મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં કથળી ગયેલ કાયદો-વ્યવસ્થા માટે કોંગ્રેસ ગૃહમંત્રીને કરશે રજૂઆત


SHARE







મોરબી શહેરમાં કથળી ગયેલ કાયદો-વ્યવસ્થા માટે કોંગ્રેસ ગૃહમંત્રીને કરશે રજૂઆત

મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગયેલ છે ત્યારે આ પરિસ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગૃહમંત્રીને સબનોધીને એસપી મારફતે આવેદન પત્ર આપવામાં આવશે ત્યારે મોરબી શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો, હોદેદારો તથા કાર્યકરો હાજર રહેશ

મોરબી શહેર અને જિલ્લામાં પોલીસ તંત્રની કોઇ હાજરી ના હોય તેમ  આવારા અને લૂખાતત્વો મોરબીને બાનમાં લેતા હોય છે આટલું જ નહીં દિન દહાડે લૂંટફાટ, ઘરમાં ઘૂસી મારામારી, જાહેર સ્થળો પર હુમલો વિગેરે બનાવો રોજિંદા બનેલ છે આવા બનાવોમાં ગુંડાઓની બીકથી ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી અને લોકોમા ભયનો માહોલ ઉભો કરવામા આવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી એસ.પી., ડી.આઈ.જી. તથા ગૃહમંત્રીને આવેદન પત્ર, તા. ૧૫/૭/૨૦૨૩ ને શનિવારે સવારે ૧૧ વાગ્યે આપશે ત્યારે મોરબીના નાગરીકો, જુદી જુદી સમાજીક સંસ્થાઓના આગેવાનો, કોંગ્રેસના આગેવાનો, હોદેદારો તથા કાર્યકરોએ હાજર રહેવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે






Latest News