ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પાંચ વર્ષ અગાઉ બાઇક ચોરી કરનારનો પુનાની જેલમાંથી કબ્જો લેવાયો


SHARE







મોરબીમાં પાંચ વર્ષ અગાઉ બાઇક ચોરી કરનારનો પુનાની જેલમાંથી કબ્જો લેવાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી વર્ષ ૨૦૧૮ માં બાઈક ચોરી થઈ હતી અને તે બનાવમાં આરોપી નાસ્તો ફરતો હતો દરમિયાનમાં પોલીસને મળેલી માહિતીના આધારે પુનાની જેલમાંથી બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીનો કબ્જો લેવામાં આવ્યો હોવાનું જાણવામાં મળેલ છે.આ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના લાલભા ચાવડા પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપરથી વર્ષ ૨૦૧૮ માં બાઇક ચોરી થઈ હતી અને તે બાઇક ચોરીમાં આરોપી છેલ્લા પાંચ વર્ષથી ફરાર હતો.દરમિયાનમાં મળેલ માહિતીના આધારે પુનાની જેલમાંથી વર્ષ ૨૦૧૮ માં મોરબીમાંથી થયેલ બાઈક ચોરીના ગુનામાં ફરાર આરોપી કલ્લુ મુકુંદભાઈ દેવકા જાતે ભીલ (૨૩) રહે.અનીયામળા તાલુકો કુકસી જીલ્લો ધાર મધ્યપ્રદેશ વાળાનો ટ્રાન્સફર વોરંટ આધારે કબ્જો મેળવીને તેની ધરપકડ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના લીલાપર ગામના રહેવાસી મહેશભાઈ ભુદરભાઈ દેત્રોજા નામના ૪૪ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજા છતા સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા તેઓ સામાકાંઠે ત્રાજપર ચોકડી બાજુથી લીલાપર ગામ તરફ જવા નીકળ્યા ત્યારે ત્યાં આવેલ પાર્શ્વનાથ શોપિંગ નજીક તેમના બાઈકને અજાણી કારના ચાલકે હડફેટે લીધું હતું જેથી તેમને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા જે અંગે સીટી બી ડિનિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર વધુ તપાસ ચલાવી રહ્યા છે.

યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેરમાં આવેલા ભોજપરા ગામે રહેતા અશોક જેઠાભાઈ વિજવાડીયા નામના ૩૪ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે અત્રે સિવિલે લાવવામાં આવ્યો હતો.તે ઢુવા રોડ ઉપરના ક્યુટોન સિરામિક પાસેથી જતો હતો.ત્યાં તેને વાહન અકસ્માતમાં ઇજા થતા તેને સારવાર માટે ખસેડાયો હોય બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને વાકાનેર તાલુકા પોલીસને આ અંગે જાણ કરી હતી.

બાળકી સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતા પરિવારની માનસી જેઠાભાઈ ચાવડા નામની છ વર્ષની બાળકી રમતા રમતા છત ઉપરથી નીચે પડી ગઈ હોય ઇજા પામતા અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.બનાવને પગલે સારવાર કર્યા બાદ હોસ્પિટલ તરફથી સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.






Latest News