વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ઇન્દિરાનગરમાં જાહેર જુગાર રમતા ચાર જુગારી પકડાયા


SHARE











મોરબીના ઇન્દિરાનગરમાં જાહેર જુગાર રમતા ચાર જુગારી પકડાયા

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં જાહેર શેરીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગાની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી ચાર જુગારી મળી આવ્યા હતા જેથી પોલીસે ૪૫૦૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતિ પ્રમાણે મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મુકેશભાઈ ગોરધનભાઈ સુરેલા જાતે કોળી (૨૫), સુનિલભાઈ ગોરધનભાઈ સુરેલા જાતે કોળી (૨૦), રોહિતભાઈ કેશુભાઈ કુંવરિયા જાતે કોળી (૨૭) અને રણજીતભાઈ ગજાભાઈ સાતોલા જાતે કોળી (૨૫) રહે. બધા ઇન્દિરાનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૪૫૦૦ રૂપિયાની રોકડ કબજે કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

દેશીદારૂ

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની પાધેડા તરીકે ઓળખાતી સીમમાં ક્રીપાલસિંહ વિરેન્દ્રસિંહ ઝાલાની વાડી પાસે ખરાબામાં દેશી દારૂની ભઠ્ઠી હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે ૪૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સંદીપભાઈ લક્ષ્મણભાઈ સારદીયા જાતે કોળી (૨૯) રહે ભાયાતી જાંબુડીયા ગામની સીમ ક્રીપાલસિંહ વિરેન્દ્રસિંહ ઝાલાની વાડી વાળાની ધરપકડ કરી હતી

દેશીદારૂ

વાંકાનેર તાલુકાના ભારતીય જાંબુડીયા ગામની સીમમાં નીરુભા પ્રવિણસિંહ ઝાલાની વાડી પાસે ખરાબામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરતા દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૦૫૦ લિટર આથો તેમજ ૧૧૦ લીટર તૈયાર દેશી દારૂ અને ભઠ્ઠીના અન્ય સાધનો સ્થળ ઉપરથી મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૦૬૫૦ ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપી વિઠ્ઠલભાઈ તેજાભાઈ બાવળીયા જાતે કોળી (૩૫) રહે. ભાયાતી જાંબુડીયા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી છે






Latest News