મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદ તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક યોજાઇ


SHARE







હળવદ તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક યોજાઇ

હળવદ તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારીની બેઠક મળી હતી જેમાં હળવદ તાલુકાના અધ્યક્ષ વાસુદેવભાઇ ભોરણીયા દ્વારા શિક્ષક સમાજને સ્પર્શતા મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી તેમજ ૧ જુલાઈથી દરેક કાર્યકર્તાઓને દરેક શિક્ષક સુધી પહોંચી સદસ્યતા અભિયાનમાં શિક્ષકોને જોડી સંગઠનના સભ્યો બનાવવા, ત્યારબાદ ગુરુવંદના કાર્યક્રમ ગોઠવવો અને ગુરુવંદના કાર્યક્રમમાં વધુમાં વધુ શિક્ષકો જોડવા તેની ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ શિક્ષકોના પ્રાણ પ્રશ્નો જૂની પેન્શન યોજના, જીપીએફ ખાતા ટ્રાન્સફર કરવા, ૧૦ ટકા સામે ૧૪ ટકા ફાળો જેવા પ્રશ્નોને હાલ કરવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કટિબદ્ધ છે એવી ખાતરી આપી હતી ત્યારબાદ પ્રવિણભાઈ ધોળુ કાર્યકારી અધ્યક્ષ તથા કરશનભાઈ ડોડીયા રાજ્ય પ્રતિનિધિ અને નટુભાઈ પટેલ ઉપાધ્યક્ષ દ્વારા સમાજમાં એક કાર્યકર્તા તરીકે આપણી શું ભૂમિકા છે? તેની જીણવટ ભરી માહિતી આપી હતી






Latest News