મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારાના સજનપરની સરકારી શાળાએ ઇતિહાસ રચ્યો: હડમતિયાની કન્યા શાળાનો પણ ડંકો


SHARE





ટંકારાના સજનપરની સરકારી શાળાએ ઇતિહાસ રચ્યો: હડમતિયાની કન્યા શાળાનો પણ ડંકો

સમગ્ર ટંકારા તાલુકાની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં તાલુકા કક્ષાની કવિઝનું આયોજન કરવામાં આવ્યું હતું અને બીઆરસી ભવન ટંકારા ખાતે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ટંકારા તાલુકાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે "નાણાકીય સાક્ષરતા' વિષય પર તાલુકા કક્ષાની કવિઝનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ટંકારા તાલુકાની માધ્યમિક શાળાના બાળકો હોવા છતાં શ્રી સજનપર પ્રા. શાળાના બાળકો ગોરીયા જયદીપ ધીરજલાલ, રાણીપા ગર્વ જયંતીભાઈ  તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવેલ છે આ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ ટંકારા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે જેથી કરીને શાળા કક્ષાએ બાળકોને તૈયારી કરાવનાર શાળાના શિક્ષિકા દેત્રોજા ભારતીબેન અને નંબર મેળવેલ બંને વિદ્યાર્થીઓને આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવેલ છે. તેવી જ રીતે હડમતિયા કન્યા તાલુકા શાળાના વિધાર્થી સીતાપરા શામજી સંજયભાઈ તથા ગોસ્વામી દર્શના વિજયવન તાલુકા કક્ષાએ તૃતીય ક્રમાંક મેળવેલ છે. જેથી શાળા કક્ષાએ તૈયારી કરાવનાર શાળાના શિક્ષક મયંકભાઈ અને નંબર મેળવેલ બંને વિધાર્થીઓને આચાર્ય નિલેશભાઈ સિણોજીયાએ અભિનંદન આપેલ છે




Latest News