મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં બીઆરસી ભવન ખાતે G-20 અંતર્ગત આરબીઆઈ ક્વિઝ યોજાઇ


SHARE







મોરબી તાલુકામાં બીઆરસી ભવન ખાતે G-20 અંતર્ગત આરબીઆઈ ક્વિઝ યોજાઇ

ભારતીયો દ્વારા વિવિધ પેમેન્ટ એપ્લિકેશન્સ જેવી કે ભીમફોન પે,  ગૂગલ પે ના ઉપયોગ દ્વારા આજે ખરા અર્થમાં ફાઇનાન્સિયલ ઇનક્લુઝન થયું છે. ત્યારે વિદ્યાર્થીઓમાં બેન્કિંગ ક્ષેત્ર બાબતે જાગૃતિ આવેએ માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને સર્વ શિક્ષા અભિયાન દ્વારા આર.બી.આઈ. ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજપર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ કેતન કણજારીયા અને પાયલ ઠોરીયાની ટીમનો પ્રથમ નંબર તેમજ લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાનપરના વિદ્યાર્થીઓ અમૃતીયા મનસ્વીબેન તથા અમૃતિયા ધાર્મિબેનની ટીમનો બીજો નંબર તેમજ શ્રી હરિ નકલંક વિદ્યાલય બગથળાના વિદ્યાર્થીઓ ઠોરીયા અમી તથા ઠોરીયા હેતવીની ટીમનો તૃતીય નંબર આવેલ છે આ કવિઝમાં આરબીઆઈના પ્રતિનિધિ તરીકે સુરેન્દર ચૌધરી (લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર) ખાસ ઉપસ્થિત રહ્યા હતા તાલુકા કક્ષાએ પ્રથમ આવનાર ટીમ હવે જિલ્લા કક્ષાએ ક્વીઝ યોજાશે તેમાં ભાગ લેશે અને તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે તેવું બીઆરસી કોર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજાએ જણાવ્યું હતું આવી જ રીતે આરબીઆઇ આયોજિત ક્વિઝ સ્પર્ધામાં મોટા દહીસરા કન્યા પ્રાથમિક શાળા તાલુકામાં પ્રથમ નંબરે રહી હતી. અને માળિયા તાલુકામાં આરબીઆઇ આયોજીત સ્પર્ધામાં ૧૦ શાળાઓએ ભાગ લીધો હતો. જેમાંથી મોટા દહિસરાં કન્યા પ્રાથમિક શાળાએ પ્રથમ નંબર મેળવેલ છે. શાળા પરિવારે બાલાસરા મિત્સુ અને હુંબલ ધાર્મિકને અભિનંદન પાઠવ્યા હતા.






Latest News