મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

રાજકોથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈને મોરબી આવી રહેલ શખ્સ ટંકારા નજીક રિક્ષામાંથી ઝડપાયો


SHARE





રાજકોથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈને મોરબી આવી રહેલ શખ્સ ટંકારા નજીક રિક્ષામાંથી ઝડપાયો

ટંકારાના નગર નાકા પાસેથી પસાર થતી રિક્ષામાં બેઠેલા શખ્સને એસઓજીની ટીમ દ્વારા બાતમીના આધારે રોકીને ચેક કરવામા આવ્યો હતો ત્યારે તેની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું જેથી પોલીસે ૧૦.૨૦ ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે તેની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી કુલ મળીને ૧,૧૩,૮૧૦ ની કિંમતનો મુદામાલ કબજે કરવામાં આવેલ છે અને હાલમાં આ શક્તિ સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને મુદામાલ તથા આરોપી ટંકારા પોલીસને સોંપવામાં આવ્યો છે

મોરબી જિલ્લામાં ડ્રગ્સ, દારૂ અને જુગારની બદીને ડામવા માટે થઈને એસપીની સૂચના મુજબ સ્થાનિક પોલીસ તથા જુદીજુદી બ્રાન્ચ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે મોરબી જિલ્લા એસઓજીની ટીમના જુવાનસિંહ ભરતસિંહને મળેલ બાતમી આધારે પીઆઇ એમ.પી. પંડ્યાની સૂચનાથી એસઓજીની ટીમ મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા પાસે વોચમાં હતી ત્યારે રાજકોટ તરફથી આવતી રિક્ષા નંબર જીજે ૧ ટીબી ૩૪૪૨ ને રોકીને રિક્ષામાં બેસીને રાજકોટ તરફથી મોરબી આવી રહેલા શખ્સને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો ૧૦.૨૦ ગ્રામ જથ્થો મળી આવ્યો હોય પોલીસે ૧,૦૨,૦૦૦ ની કિંમતનો જથ્થો તેમજ ૧૦૦૦૦ રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન અને ૧૮૧૦ રૂપિયાની રોકડ આમ કુલ મળીને ૧,૧૩,૮૧૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરેલ છે અને હાલમાં જીતેન્દ્રભાઈ રાજીવભાઈ પ્રજાપતિ જાતે કુંભાર રહે. હાલ લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૫૦૪ ત્રાજપર મોરબી મૂળ રહે વિવેકાનંદ નગર હાથીજણ સેક્ટર-૪, કે- ૫૪ અમદાવાદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે રાજકોટમાં રહેતા રવિન્દ્ર ઉર્ફે આશિષભાઈ જીતેન્દ્રભાઈ રાવલનું નામ સામે આવ્યું હોય પોલીસે તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News