મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરમાં દારૂની બે રેડ: ૧.૦૧ લાખથી વધુના મુદામાલ સાથે ત્રણ શખ્સ ઝડપાયા


SHARE











મોરબી-વાંકાનેરમાં દારૂની બે રેડ: ૧.૦૧ લાખથી વધુના મુદામાલ સાથે ત્રણ શખ્સ ઝડપાયા

મોરબી અને વાંકાનેરમાં જુદી જુદી બે જગ્યાએ દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને ૧,૦૧,૦૫૦ ની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરેલ છે અને તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને પોલીસ આગળની રાબતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકાના કાસિયાગાળાથી રાજસથડી ગામ તરફ જવાના રસ્તા ઉપર ગંગિયાવદરના બેઠા પુલ પાસેથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઈકને રોકીને પોલીસે બાઈક ઉપર જઈ રહેલા શખ્સોને ચેક કરતા તેની પાસે થેલામાંથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૬૭૫ ની કિંમતની દારૂની બે બોટલો તથા બાઇક નંબર જીજે ૧૩ એએસ ૯૦૪૦ જેની કિંમત ૫૦૦૦૦ રૂપિયા આમ કુલ મળીને ૫૦૬૭૫ ની કિંમતના મુદ્દા માલ સાથે મહિપતભાઈ ભુપતભાઈ સરવૈયા જાતે કોળી (૩૦) તથા ગોપાલભાઈ વિનુભાઈ મેટારીયા જાતે કોળી (૨૧) રહે બંને સરોડી તાલુકો થાન વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીના નાકા પાસેથી બાઈક લઈને પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે ૫૦૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક અને ૩૭૫ ની કિંમતની દારૂની એક બોટલ આમ કુલ મળીને ૫૦,૩૭૫ ની કિંમતના મુદ્દામાલ સાથે બળવંતભાઈ ગોવિંદભાઈ ચાવડા જાતે દલવાડી (૨૯) રહે. કબીર ટેકરી શેરી નં-૭ મોરબી વાળાની ધરપકડ કરેલ છે

દેશી દારૂ

ટંકારાના અમરાપર રોડ ઉપર આવેલ દેવીપુજકવાસમાં રહેતા શખ્સના ઘરની અંદર દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરતા ઘરમાંથી દેશી દારૂ ૧૫ લીટર તથા દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૬૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૪૨૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે પરેશભાઈ નટુભાઈ વાઘેલા જાતે દેવીપૂજક (૨૬) રહે. અમરાપર રોડ દેવીપુજક વાસ ટંકારા વાળાની ધરપકડ કરેલ છે






Latest News