મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદના ગોરી દરવાજા પાસે રહેતા પરિવારની દીકરી ગુમ


SHARE







હળવદના ગોરી દરવાજા પાસે રહેતા પરિવારની દીકરી ગુમ

હળવદ શહેરમાં આવેલ ગોરી દરવાજા પાસે રામદેવપીરના મંદિર સામેના ભાગમાં રહેતા યુવાનની દીકરી ગુમ થઈ ગઈ છે જેથી હાલમાં યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દીકરી ગુમ થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુધા ફરિયાદ લઈને યુવતીને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદમાં ગોરી દરવાજા પાસે આવેલ રામદેવપીરના મંદિરની સામેના ભાગમાં રહેતા અને ખેતી કામ કરતા રમેશભાઈ વેલજીભાઈ ધારિયા પરમાર જાતે દલવાડી (૪૨) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરી કામિની ઉર્ફે કિરણ રમેશભાઈ ધારિયા પરમાર જાતે દલવાડી (૧૯) ગત તા. ૨૭/૫ ના રોજ પોતાના ઘરેથી કોઈને કશું કહ્યા વગર ચાલી ગયેલ છે અને ગુમ થઈ ગયેલ છે જેથી યુવતીના પિતા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપવામાં આવતા પોલીસે ગુમ થયેલ યુવતીને શોધવા માટે થઈને હાલમાં તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગરમાં રહેતી દીપા વિપુલભાઈ પાંડે (૩૦) નામની મહિલા ઘરે બાથરૂમમાં પડી જતા તેને ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ કરતા વી.ડી. મહેતા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, પરણીતાનો લગ્ન ગાળો ત્રણ માસનો છે અને તે ઘરે બાથરૂમમાં પડી ગઈ હોવાથી તેને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા છે






Latest News