મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ગુજરાત ગેસ કંપની, સિમ્પોલો- ક્રેવિટા સિરામિક, સાર્થક સ્કૂલમાં વૃક્ષા રોપણ કરાયું


SHARE







મોરબીમાં ગુજરાત ગેસ કંપની, સિમ્પોલો- ક્રેવિટા સિરામિક, સાર્થક સ્કૂલમાં વૃક્ષા રોપણ કરાયું

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં શક્તિ ચેમ્બર પાસે ગુજરાત ગેસ લિમિટેડની ઓફિસ આવેલી છે ત્યાં ગુજરાત ગેસના મોરબીના ઝોનલ હેડ કમલેશ કંટારીયાના માર્ગદર્શન હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે ગુજરાત ગેસ કંપની ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારે ઝોનલ હેડ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ત્યાં હાજર રહ્યા હતા અને લોકો દ્વારા વધુમાં વધુ વૃક્ષારોપણ કરવામાં આવે અને વૃક્ષોનું જતન કરવામાં આવે તેવી લાગણી ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી તો મોરબીની સિમ્પોલો વિટ્રીફાઈડ પ્રા.લી. કંપનીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે પર્યાવરણસ્વાસ્થ્ય અને સુરક્ષા વિભાગના વરિષ્ઠ અધિકારી ડો. સતીશ સૈનીએ જણાવ્યું હતું કેપ્લાસ્ટિક પ્રદુષણ કેવી રીતે જમીનની સાથે સાથે જળાશયોમાં પણ ફેલાઈ ગયું છે જેને રોકવા માટે વૃક્ષોનું જતન અનિવાર્ય છે જયારે સિમ્પોલો વિટ્રીફાઈડ કંપનીના પ્રમુખ જિતેન્દ્રભાઈ અઘારા (સીએમડી)એ જણાવ્યું હતું કેપર્યાવરણની જાળવણી કરવી આપણી સૌની જવાબદારી છે. તેમણે લોકોને અપીલ કરતાં કહ્યું હતું કેલોકો પોતાના જીવન દરમિયાન શુભ કાર્યોના અવસર પર વૃક્ષ વાવીને દિવસની યાદગાર બનાવે તે સામાની માંગ છે આ સંસ્થાના ગ્રુપ ચીફ ઓપરેશન ઓફિસર સચિન પાટીલે જણાવ્યું કેપ્રદુષણ એક વૈશ્વિક સમસ્યા બની ગયું છે. તેથી સૌએ સાથે મળીને તેની રક્ષા કરવી જોઈએ. આ તકે ભરત અઘારાનીરવ પટેલઉમાશંકર ગોદરમિલન વાઘેલાજયેશ અઘારાધીરજ અઘારામનસુખ કૈલા વગેરેએ પર્યાવરણ બચાવવાના શપથ લીધા હતા. વાંકાનેર તાલુકાનાં માટેલ પાસે આવેલ ક્રેવિટા ગ્રેનાઇટો પ્રા.લિ.માં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષોનુ વાવેતર કરાયું હતુ. ત્યારે ગુજરાત ગેસના અધિકારી નરેન્દ્રભાઇ બારહટરમેશભાઇ ચાવડાક્ષિતિજભાઇ નાણાવટી હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી સિરામિક એસ,ના પ્રમુખ હરેશભાઇ બોપલિયા અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી મોરબીમાં આવેલ સાર્થક વિદ્યા મંદિર સ્કૂલ ખાતે કાનૂન સેવા સત્તા મંડળ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેને સફળ બનાવવા માટે સંસ્થાના  સંચાલક કિશોરભાઇ શુક્લ અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News