મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ નજીકથી યુવાનના મોબાઈલ ફોનની ચોરી


SHARE







મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ નજીકથી યુવાનના મોબાઈલ ફોનની ચોરી

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી વીજ કંપની સુધીના વિસ્તારમાં યુવાનના મોબાઈલ ફોનની કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરેલ છે જેથી તે યુવાન દ્વારા હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ રાજકોટના રહેવાસી અને હાલમાં હળવદમાં ડી.વી. રાવલ કોલેજની બાજુમાં આવેલ દયાકુંજ ખાતે રહેતા મયુરભાઈ અરવિંદભાઈ રાજ્યગુરુ જાતે બ્રાહ્મણ (૪૨)એ અજાણ્યા શખ્સની સામે મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલથી લાલબાગ પાસે આવેલ વીજ કંપનીની ઓફિસ સુધીના વિસ્તારમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેના મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવેલ છે જેથી ૭૦૦૦ રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની ચોરીની યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ કરી છે

દેશી દારૂ

માળિયાની તાલુકાના નવાગામથી મેઘપર ગામ તરફ જવાના રસ્તે નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરવામાં આવી હતી અને ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો દોઢસો લીટર આથો તથા પાંચ લિટર તૈયાર દેશી દારૂ અને અન્ય મુદ્દાઓ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૦૦૦ નો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આ દેશી દારૂની ભઠ્ઠી સંજયભાઈ પોપટભાઈ ભોજવીયા જાતે કોળી રહે. વીસીપરા મોરબી વાળાની હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે






Latest News