મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાંથી ૧૦ ચોરાઉ મોબાઈલ ફોન સાથે બે શખ્સને ઝડપી લેતી એલસીબી


SHARE







મોરબીમાંથી ૧૦ ચોરાઉ મોબાઈલ ફોન સાથે બે શખ્સને ઝડપી લેતી એલસીબી

મોરબી તાલુકાના લખધીરપુર રોડ ઉપર આવેલ પાવર હાઉસમાંથી મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવી હતી તે ચોરાઉ મોબાઈલ સહિત કુલ મળીને ૧૦ મોબાઈલ ફોન સાથે બે શખ્સ મળી આવ્યા છે જેથી કરીને પોલીસે હાલમાં ૩૮,૫૦૦ નો મુદામાલ કબજે કરીને બે રીઢા ગુનેગારને ઝડપી લીધેલ છે અને મુદામાલ તેમજ આરોપી મોરબી તાલુકા પોલીસને સોપવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ સ્ટાફ જુદાજુદા ગુનાના ભેદ ઉકેવા માટે કામ કરી રહ્યો છે ત્યારે એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલમાં માર્ગદર્શન હેઠળ ટીમ કરી રહી હતી ત્યારે ખાનગીરાહે મળેલ હકીકત આધારે અલગ અલગ કંપનીના ૧૦ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન સાથે બે શખ્સને ઝડપી લેવામાં આવેલ છે અને તેની સઘન પુછપરછ કરતા આ મોબાઇલ મોરબી તાલુકા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી ચોરી કરીને મેળવેલ જોવાની કબૂલાત આપેલ છે જેથી કરીને આ બાબતે વેરીફાઇ તપાસ કરતા મોરબી તાલુકામાં લખધીરપુર રોડ ઉપર આવેલ પાવર હાઉસમાંથી મોબાઈલ ફોનની ચોરી કરેલ હતી જેનો ગુનો પણ નોંધાયેલ છે જેથી તે ચોરીનો ગુનો ઉકેલીને હાલમાં ૧૦ ચોરાઉ મોબાઈલ સાથે ૩૮૫૦૦ ના મુદામાલ સાથે પોલીસે બે આરોપીને મોરબી તાલુકા પોલીસ હવાલે કરેલ છે જેમાં હાજી અકબરભાઇ માણેક મિંયાણા (૨૩) રહે. સોઓરડી રામદેવપીરના મંદિર પાસે મોરબી અને એજાજ ઉર્ફે ફારૂક સલીમભાઇ ભટ્ટી જાતે મિંયાણા (૨૪) રહે. જુના બસસ્ટેન્ડ પાછળ મચ્છીપીઠ ઇદમસ્જિદ પાછળ મોરબી વાળાનો સમાવેશ થાય છે અને શખ્સો ઓરડી કે મકાન ખુલ્લુ રાખીને સુતા હોય તેવા લોકોના ફોનની કોઈ પણ સમયે ચોરી કરતાં હોવાનું સામે આવ્યું છે






Latest News