મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

પાયાના શિક્ષણનું પરિણામ : મોરબીની તપોવન વિદ્યાલયનું પાયાનું શિક્ષણ યુનિવર્સિટીમાં પણ કામ લાગ્યું


SHARE







પાયાના શિક્ષણનું પરિણામ : મોરબીની તપોવન વિદ્યાલયનું પાયાનું શિક્ષણ યુનિવર્સિટીમાં પણ કામ લાગ્યું

તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા બીકોમ સેમ-૧ અને સેમ-૬ ના રિઝલ્ટમાં તપોવન વિદ્યાલય એન્ડ કોમર્સ સ્કૂલ -મોરબીની વિદ્યાર્થીનીઓને શાળા દ્વારા ધો.૧૧ અને ૧૨ માં કોમર્સ અંગેનું પાયાનું શિક્ષણ આપવામાં આવેલું હતું.જેના ફળ સ્વરૂપે તેમને આ જવલંત સફળતા મેળવવામાં ખૂબ જ મદદરૂપ બન્યું છે.જેમાં કોરોનાકાળ બાદ આ રીઝલ્ટ મેળવેલ છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કુલ ૧૧૦ કોલેજોમાંથી સોનગ્રા જશવંતી મલાભાઇએ અંગ્રેજી માધ્યમમાં બીકોમમાં યુનિવર્સિટીમાં પ્રથમ નંબર હાંસલ કર્યો સાથે સાથે એકાઉન્ટ તેમજ સ્ટેટેસ્ટીક વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવેલા છે.તેમજ અંગ્રેજી માધ્યમ બીકોમ સેમ-૬ માં વૈષ્ણવ બંસી સૂર્યકાંતભાઈએ આંકડાશાસ્ત્ર વિષયમાં ૧૦૦ ગુણમાંથી ૧૦૦ ગુણ મેળવેલ તેમજ અંગ્રેજી માધ્યમમાં બીકોમ સેમ-૧ માં ઢેઢી રૂદ્રિકા નૌતમભાઇએ યુનિવર્સિટીમાં ૯ મું સ્થાન તેમજ મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન હાંસલ કરીને તેમનું તથા તેમના પરિવારનું નામ રોશન કરેલ છે જે બદલ તપોવન શાળા પરિવાર હર્ષની લાગણી વ્યક્ત કરે છે સાથે સાથે શાળાના ચેરમેન અશોકભાઈ રંગપરીયા, આચાર્ય નરેશભાઈ સાણજા તેમજ પ્રાથમિક વિભાગના આચાર્ય દીપ્તિબેન રંગપરીયાએ ઉચ્ચ સફળતા મેળવનાર વિદ્યાર્થીનીઓને ઉતરોત્તર પ્રગતિ કરો તેવી શુભચ્છા પાઠવી હતી.






Latest News