ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

ટંકારામાં સરકારી પંચરોજકામના રૂપિયા પડાવનાર મહેશ ગોપાણી હજુ પોલીસ પકડથી દૂર !


SHARE











ટંકારામાં સરકારી પંચરોજકામના રૂપિયા પડાવનાર મહેશ ગોપાણી હજુ પોલીસ પકડથી દૂર !

ટંકારા તાલુકાના જબલપુર ગામના ખેડૂતને પોતાની જમીનના પંચરોજકામની કોપીની જરૂરિયાત હતી જેથી સરકારી કચેરીમાં જે ડોક્યુમેન્ટ ન મળ્યું તે વચેટીયાએ એક લાખ રૂપિયા અરજદારને આપ્યું હતું અને બાબત સામે આવ્યા પછી વચેટીયા મહેશ ગોપાણીની સામે ટંકારાના ઇન્ચાર્જ મામલતર દ્વારા ઠગાઇ અને વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાવવામાં આવી છે જો કે, હજુ સુધી આ ગુનામાં આરોપી પકડાયેલ નથી

ટંકારા તાલુકામાં આવતા જબલપુર ગામે રહેતા પ્રવીણભાઈ ભીમજીભાઇ પરમારને તેની સાથણીમાં મળે જમીનના પંચરોજકામની જરૂર હતી જે ડોક્યુમેન્ટ મેળવવા નિયમ પ્રમાણે ટંકારા મામલતદાર કચેરીમાં અરજી કરી હતી જોકે ટંકારા મામલતદાર કચેરીમાંથી તેને આખી ફાઇલ આપવામાં આવી પરંતુ તેમાં જરૂરી એવું પંચરોજકામ ન હતું જેથી તેનો જમીન વેચાણનો દસ્તાવેજ અટકે તેમ હતું દરમિયાન વચેટીયા દ્વારા પ્રવીણભાઈ ભીમજીભાઇ પરમારનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને એક લાખ રૂપિયા લઈને આ પંચરોજકામ આપવામાં આવ્યું હતું જેની માહિતી સામે આવતાની સાથે જ તપાસનો આદેશ કરવામાં આવ્યું હતો ત્યાર બાદ ટંકારાના ઇનચાર્જ મામલતદાર કે.ડી. બુસા  દ્વારા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે મહેશ અવચરભાઈ ગોપાણી રહે. કલ્યાણપર વાળાની સામે વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ તા ૨૧ ના રોજ નોંધાવવામાં આવી હતી જો કે, તા ૨૪ સુધી આ ગુનામાં આરોપી મહેશ ગોપાણી પકડાયેલ નથી અને તેનો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે તેવું જાણવા મળેલ છે ત્યારે આરોપી કયારે પકડશે તે તો સમય જ બતાવશે






Latest News