મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના ચંદ્રેશનગરમાં રહેતા યુવાને વ્યાજખોરના ત્રાસથી ભીમનાથ મંદિર નજીક ઝેરી દવા ગટગટાવી લેતા સારવારમાં


SHARE







મોરબીના ચંદ્રેશનગરમાં રહેતા યુવાને વ્યાજખોરના ત્રાસથી ભીમનાથ મંદિર નજીક જેવી દવા ગટગટાવી લેતા સારવારમાં

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ચંદ્રેશનગરમાં રહેતો યુવાન મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઈ ગામ નજીક ભીમનાથ મંદિર પાસે ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસમાં એવી માહિતી સામે આવી છે કે યુવાને વ્યાજખોરના ત્રાસથી ભીમનાથ મંદિર નજીક ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને આ બનાવ અંગે પ્રાથમિક નોંધ કરીને હાલમાં ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે યુવાનની ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરી છે.

બનાવવાની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ચંદ્રેશનગરના બ્લોક નંબર ૧૪ માં રહેતો દેવેન્દ્ર કાંતિલાલ દેત્રોજા (૪૨) નામનો યુવાન મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઈ ગામ પાસે ભીમનાથ મંદિર નજીક ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે યુવાનને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી એ ડિવીઝન પોલીસ સ્ટેશનના વિ ફુપુલભાઈલતરીયાએ કરી હોય તેમની પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે યુવાનને અગાઉ ટંકારાના નાના ખીજડીયા રોડ ઉપર સોમૈયા ઓઇલ મીલ હતી અને ત્યારબાદ તેને ધંધામાં ખોટસજતા જુદા જુદા છ થી સાત જેટલા વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને મુદલ તથા વ્યાજ મળીને મોટી રકમ તેની પાસેથી વસૂલ કરવા માટે થઈને વ્યાજખોરો દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાથી તેણે કંટાળી જઈને પોતાની જાતે ભીમનાથ મંદિર પાસે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને આ બનાવની નોંધ કરીને હાલમાં ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા ટંકારા પોલીસે યુવાનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સરકારી આવાસ યોજનામાં રહેતા વિશાલ વિનોદભાઈ (૨૦) નામના યુવાનને મારામારીમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં જાણવા મળતી વિગતો મળે યુવાનના ઘરે મારામારીનો બનાવ બન્યો હતો અને તેમાં તેને ઈજા થવાથી હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા છે.

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડમાં દુકાન નંબર ૧૭ પાસેથી વિવેક રાજેન્દ્રભાઈ કશ્યપ (૧૮) નામનો યુવાન પસાર થતો હતો ત્યારે ત્યાં અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ઇજા પામેલા વિવેક કશ્યપને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News