મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ
Breaking news
Morbi Today

સાવધાન: મોરબીમાં થયેલ લાખોના મુદામાલની ચોરીના ગુનામાં જૂના ચોકીદાર સાહિત ૩ ની ધરપકડ, દંપતી સહિત ૪ ની શોધખોળ


SHARE







સાવધાન: મોરબીમાં થયેલ લાખોના મુદામાલની ચોરીના ગુનામાં જૂના ચોકીદાર સાહિત ૩ ની ધરપકડ, દંપતી સહિત ૪ ની શોધખોળ

મોરબીના કાયાજી પ્લોટ વિસ્તારમાં રહેતો પરિવાર રાજકોટમાં પ્રસંગ હોવાથી ત્યાં ગયો હતો અને તેઓનું ઘર બંધ હતું દરમિયાન તેના જ બંગલાના ચોકીદાર અને તેની પત્ની સહિતની ગેંગ દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો હતો જેથી કરીને વેપારીએ સોનાના દાગીના તથા રોકડા ૧૫ લાખ રૂપિયા મળીને ૨૫.૫૭ લાખની ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં બંગલાના જૂના ચોકીદાર અને એક નેપાળી દંપતિની ૮.૫૩ લાખના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે અને બંગલાના વર્તમાન ચોકીદાર તેમજ તેની પત્ની સહિત ચાર આરોપીને તેમજ બાકીના મુદ્દામાલને રિકવર કરવા માટે તજવીજ ચાલી રહી છે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ કાયાજી પ્લોટમાં આવેલ નગરપાલીકાના કોમ્યુનીટી હોલની બાજુમાં રહેતા વેપારી હિમાંશુભાઇ ચંદ્રકાંતભાઇ ચંડીભમ્મરનું ઘર ગઇ તા.૩૦/૦૪/૨૦૨૩ થી તા.૦૧/૦૫/૨૦૨૩ ના રાત્રીના સમય દરમ્યાન તેનો પરિવાર રાજકોટ ગયો હતો જેથી કરીને બંધ હતું અને ત્યારે તેના ઘરે ચોકીદાર તરીકે સદેબહાદુર વિશ્વકર્મા તથા ઘરઘાટી તરીકે કામ કરતી તેની પત્ની બિંદુ સદેબહાદુર વિશ્વકર્મા હાજર હતા અને જયારે આ પરિવાર પાછો આવ્યો ત્યારે તેના ઘરમાં નેપાળી દંપતી હજાર હતું નહીં અને ઘરમાં માલ સમાન વેરવિખેર હતી જેથી કરીને ઘરમાં  ચેક કરવામાં આવતા સોના ચાંદીના દાગીના અને ૧૫ લાખથી વધુની રોકડની ચોરી થઈ હતી જેથી કરીને ભોગ બનેલા વેપારીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ઘરના જૂના ચોકીદાર રામબહાદુર ઉર્ફે જોખીયા ગુલજે નવલસીંગ વિશ્ર્વકર્મા જાતે નેપાળી (૫૫) રહે. હાલ મોરબી શકિત પ્લોટ શેરી નં-૨ ભરતભાઇ મીરાણીના કન્ટ્રકશન સાઇડની ઓરડીમાં મોરબી મુળ. નેપાળ, મનીષ કૈલાશ ઉર્ફે કેલે વિશ્વકર્માં જાતે નેપાળી (૩૦) અને દર્શના મનીષભાઇ વિશ્ર્વકર્મા જાતે નેપાળી (૩૩) રહે. બન્ને કેલાલી સોલ્ટા મોહનલેન પાલીકા વોર્ડ નં-૦૬ તાલુકો કૈલાલી નેપાળ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલા દાગીના અને રોકડ મળીને ૮.૫૩ લાખની રોકડ કબ્જે કરલે છે

મોરબીમાં થયેલ આ ચોરીના ગુનાની તપાસમાં જૂનો ચોકીદાર સંડોવાયેલ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે તેને ઉપાડી લઈને આગવી ઢબે પૂછપરછ કરી હતી જેથી કરીને તે પોલીસ સામે પોપટ બની ગયો હતો અને રામબહાદુર ઉર્ફે જોખીયો નેપાળી, તેનો દિકરો તથા ચોકીદાર સદેબહાદુર તથા તેની પત્ની બિંદુ કે જે તેની પત્ની નહીં પરંતુ સાળી બિન્દ્રા છે તેને મળીને આ ચોરીને અંજામ આપવાનો પ્લાન બનાવ્યો હતો અને ઘર ખાલી હોવાની ચોકકસ હકિકત મળતા તુરતજ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો  અત્રે ઉલેખનીય છે કે, અગાઉ પણ રામબહાદુર અને તેના દીકરા વિનોદે આ જ ઘરમાં ચોરી કરવાનુ નકકી કર્યું હતું પરંતુ પોતે ચોરી કરે તો તેના ઉપર શંકા જાય તેમ હતું જેથી કરીને પોતાના વતન બાજુના ગામના સદે ઉર્ફે શકિત ઉર્ફે રાજે ઉર્ફે રાજુ ચંદ્રેકામી શાહવિશ્ર્વકર્મા નેપાળી તથા તેની પત્ની બીદુ લક્ષ્મીરામ જેશી રહે. મુંબઇ મુળ નેપાળ તથા સદૈની સાળી બીન્દ્રા રહે. નેપાળ વાળીને બોલાવીને ત્યાં કામે રાખ્યા હતા અને ઘરમાં મોકો મળે એટ્લે ચોરી કરવાનો બે માસ અગાઉ પ્લાન બનાવ્યો હતો અને હાલમાં સદે બહાદુર તથા તેની સાથેની બન્ને સ્ત્રીઓ તેના ભાગનો મુદામાલ લઇને નાશી ગયેલ જેથી તેને પકડવા માટે અને મુદામાલને રિકવર કરવા માટે પોલીસ કવાયત કરી રહી છે

વધુમાં પોલીસે જણાવ્યુ છે કે, ચોરીના આ ગુનામાં વર્તમાન ચોકીદાર સદે ઉર્ફે શકિત, બીદુ લક્ષ્મીરામ જૈશી, બીન્દ્રા, અને વિનોદ રામબહાદુર ઉર્ફે જોખીયા ગુલજે નવલસીંગ વિશ્વકર્મા રહે. બધા જ મૂળ નેપાળ વાળાને પકડવાના બાકી છે જેથી કરીને પોલીસે તેને પકડવા માટે ચક્રોગતિમાન કરલે છે અને આ ગુનામ ૨૫.૫૭ લાખના મુદામાલની ચોરી કરવામાં આવેલ છે તેની સામે પોલીસે સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપીયા મળીને આરોપી પાસેથી ૮,૫૩,૫૨૦નો મુદામાલ કબજે કરેલ છે આ કામગીરી એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલ, એ ડિવિઝનના પીઆઇ એચ.એ.જાડેજા, તેમજ એ ડિવિઝન અને એલસીબીની ટિમ દ્વારા કરવામાં આવી હત






Latest News