મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના ઈનોટીવ શિક્ષક વિજયભાઈ દલસાણીયાને ગિજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક સન્માન એવોર્ડ એનાયત કરાયો


SHARE







મોરબીના ઈનોટીવ શિક્ષક વિજયભાઈ દલસાણીયાને ગિજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક સન્માન એવોર્ડ એનાયત કરાયો

સ્કૂલ એકેડેમી કેરલા અને ટીમ મંથન ગુજરાત દ્વારા દર વર્ષે સમગ્ર ભારતમાંથી શિક્ષણના ક્ષેત્રમાં નાવીન્યપૂર્ણ કામ કરતા, રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ ઈનોટીવ શિક્ષક, તેમજ અનેકવિધ પ્રવૃત્તિઓ મારફત વિદ્યાર્થીઓના વિકાસ માટે સતત કાર્યરત એવા શિક્ષકોને પસંદ કરીને "ગિજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક સન્માન" એવોર્ડ એનાયત કરવામાં આવે છે.ત્યારે સમગ્ર ભારતમાંથી ૧૧૦ જેટલા પસંદગી થયેલ શિક્ષકોમાંથી મોરબી જિલ્લાના સભારાવાડી  પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણીયાને તા.૨૮ ના રોજ બનાસકાંઠા જિલ્લાની ગોગાઢાણી પ્રાથમિક શાળા ખાતે આ એવોર્ડ સન્માન સાથે એનાયત કરવામાં આવ્યો.તેમણે શાળા અને મોરબી જિલ્લાના ગૌરવમાં વધારો કર્યો છે. વિજયભાઈએ શિક્ષણના અનેક ક્ષેત્રમાં અનેકવિધ કામગીરી કરી છે. બાળકોના વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ શાળામાં કરાવે છે.તેમણે કરેલી ૯૦૦ જેટલી પ્રવૃતિઓ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે કરેલી પ્રસંશનીય કામગીરીની આ તકે પસંદગી થતાં વિજયભાઈએ ટીમ મંથન ગુજરાતના શૈલેષભાઈ પ્રજાપતિ, અનિલભાઈ શ્રીમાળી અને સતીષભાઈ પ્રજાપતિ તેમની અને સમગ્ર ટીમ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.






Latest News