મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી : બી.એસસીના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજનો‌ દબદબો યથાવત, દરેક વિષયમાં પ્રથમ


SHARE







મોરબી : બી.એસસીના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજનો‌ દબદબો યથાવત, દરેક વિષયમાં પ્રથમ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ બી.એસસી સેમ-૬ ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ મોરબી જિલ્લામાં સર્વોચ્ચ રીઝલ્ટ પ્રાપ્ત કરતાં ઓવરઓલ દરેક વિષયમાં પ્રથમ સ્થાન મેળવ્યા છે.સેમેસ્ટર ૧ થી ૬ ના ઓવરઓલ રિઝલ્ટમાં મોરબી જિલ્લામાં મેથ્સ વિષયમાં પ્રથમક્રમે પંડ્યા પ્રેક્ષા ૯૨.૭૫ ટકા, બોટની વિષયમાં પ્રથમક્રમે વડાવિયા રાધિકા ૯૧.૪૪ ટકા, અને માઇક્રોબાયોલોજી વિષયમાં પ્રથમ સ્થાને આદ્રોજા માનસીએ ૯૧ ટકા મેળવી ઉત્તરોત્તર શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવવાની પરંપરાને જાળવી રાખી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિદ્યાર્થીનીઓ વિષય પ્રથમ હોવાથી ગોલ્ડમેડલ મેળવવાની હકદાર થશે.

૧૨ સાયન્સમાં ગુજરાતી માધ્યમમાં ભણતા છાત્રો માટે બી.એસસી.માં અંગ્રેજી માધ્યમ ક્ઠીન સાબિત થતું હોય છે પણ નવયુગમાં વિષયને સમજાવવાની સુગમ શૈલી અને અથાગ મહેનતથી ધાર્યુ પરિણામ મેળવી શકાય છે તેમજ સ્ટુડન્ટ્સને તૈયારી કરવાનું સરળ અને સચોટ માધ્યમ પુરૂ પાડે છે.આ સાથે બી.એસસીના સેમ ૧-૩-૫ માં એડમિશન ચાલુ કરેલ છે. જેમણે એડમિશન લેવાનું હોય તે કોલેજનો સંપર્ક કરીને ઉજ્જ્વળ કારકીર્દીનું નિર્માણ કરી શકે છે.સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખશ પી.ડી.કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ.વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.






Latest News