મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારાના મામલતદારે કોંગ્રેસનાં આગેવાન સામે નોંધાવી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ


SHARE











ટંકારાના મામલતદારે કોંગ્રેસનાં આગેવાન સામે નોંધાવી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

ટંકારા તાલુકાનાં વિરપર ગામે સરકારી ખરાબાની જમીન આવેલ છે જે જમીનમાં ૨૦૨૩ ચોરસ મીટર જમીન ઉપર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ દ્વારા અનઅધિકૃત રીતે કબજો કરવામાં આવેલ છે જેથી હાલમાં ટંકારા તાલુકા મામલતદાર દ્વારા મોરબીમાં રહેતા કોંગ્રેસનાં આગેવાન સામે હાલમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા મામલતદાર નરેન્દ્ર પુંજાભાઇ શુકલ (ઉ ૫૫)એ હાલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઇ બધાભાઇ રબારી રહે. હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, મોરબી વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા ૪/૩/૨૦૨૦ પહેલા કોઈપણ સમયથી આજદીન સુધી ટંકારા તાલુકાનાં વિરપર ગામે આવેલ સરકારી ખરાબાની જમીન સર્વે નંબર ૩૯૬ પૈકી ૩૦ પૈકી ૧ ની જમીનમાં ૨૦૨૩ ચોરસ મીટર જમીન ઉપર અનઅધિકૃત રીતે કબજો કરેલ છે અને હજુ પણ કબજો ચાલુ રાખી ગુન્હો કરેલ છે જેથી નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાય અને તેની ટિમ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે  






Latest News