મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને વૃદ્ધ અને તેના દીકરાને ફરી જાનથી મારી નાખવાની ધમકી


SHARE







હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને વૃદ્ધ અને તેના દીકરાને ફરી જાનથી મારી નાખવાની ધમકી

હળવદ તાલુકાના ધનાળા ગામની સીમમાં વૃદ્ધની વાડીએ આવીને અગાઉ કરવામાં આવેલ જાનથી મારી નાખવાની ધમકી અને ખંડણીની ફરિયાદનો ખાર રાખીને વૃદ્ધ તથા તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપુર ગામે રહેતા ઘનશ્યામભાઈ સવજીભાઈ ચૌહાણ જાતે દલવાડી (૫૯)ની ધનાળા ગામની સીમમાં વાડી આવેલ છે ત્યાં આરોપી જસપાલસિંહ નિર્મળસિંહ ઝાલા રહે. કોઢ તાલુકો ધાંગધ્રા વાળો અલ્ટો ગાડી લઈને આવ્યો હતો અને અગાઉ દોઢેક વર્ષ પહેલા ફરિયાદી વૃદ્ધને આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેની પાસેથી ખંડણી ઉઘરાવવા માટે ધમકી આપી હતી જે બાબતે ત્યારે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જે બંને કેસ હાલમાં કોર્ટમાં ચાલી રહ્યા છે તે બાબતનો ખાર રાખીને આરોપી તેની વાડીએ આવ્યો હતો અને ત્યારે ફરિયાદી ઘનશ્યામભાઈ તથા તેના દીકરા જનકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાંથી નાસી ગયો હતો આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વરલી જુગાર
વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં સરકારી ગોદામની સામેના ભાગમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાયમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા એક શખ્સ વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી રોકડા ૧૨,૦૫૦ કબજે કર્યા હતા અને આરોપી રાજેશભાઈ ઉર્ફે રાહુલ રવજીભાઈ વોરા (૨૯) રહે. રોયલ પાર્ક સોસાયટી પચીસ વારીયા પાસે વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે તો માળીયા મીયાણામાં માતમ ચોક પાસે આવેલ ખંઢેર મકાન પાસે વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી ૫૨૦ ની રોકડ કબજે કરી હતી અને આરોપી રફિકભાઈ હૈદરભાઇ જેડા જાતે મિયાણા (૩૯) રહે. જુના રેલ્વે સ્ટેશન પાસે વાડા વિસ્તાર માળીયા મિયાણા વાળાની ધરપકડ કરેલ છે






Latest News