મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરની બે વિદ્યાર્થીનીઓના રાજ્યપાલની હાજરીમાં ગોલ્ડ મેડલ મળવા બદલ સન્માન કરાયા


SHARE







વાંકાનેરની બે વિદ્યાર્થીનીઓના રાજ્યપાલની હાજરીમાં ગોલ્ડ મેડલ મળવા બદલ સન્માન કરાયા

morbi : ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે તથા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (UNIVERCITY) ને યુજીસી માન્ય લેવલની કેટેગરી 1 A++ પ્રાપ્ત કરવાની ખુશીની ઉજવણી સાથે આઠમા દીક્ષા સમારોહમાં મહામુહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડૉ.) અમીબેન ઉપાધ્યાય અને અન્ય મહાનુભાવો ઉપસ્થિતિમાં સમારોહ યોજાયો હતો.

આ સમારોહમાં વાંકાનેર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી કુમુદબેન પ્રવીણચંદ્ર મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બીએઓયુ સ્ટડી સેન્ટર વાંકાનેરની બે વિદ્યાર્થીનીઓને ગોલ્ડ મેડલ મળ્યા છે.જેમાં બાદી રીઝવાનાબેન અબ્દુલરહીમભાઈને આર્ટસ વિભાગમાં મુખ્ય વિષય અર્થશાસ્ત્ર સાથે તથા ચાવડા રસીલાબેન સુરેશભાઈને ૮૯ ટકા કોમર્સ વિભાગમાં યુનિવર્સિટીના લગભગ ૨૦૦ જેટલા સેન્ટરમાં પ્રથમ ક્રમ આવવા બદલ ગોલ્ડ મેડલ મળેલ છે. સાથોસાથ ૫૨ વિદ્યાર્થીઓને પદવી પત્રક મળેલ છે બંને વિદ્યાર્થીનીઓના મુખ્ય પરામર્શક તથા સેન્ટર કો-ઓડીનેટર પ્રો. શીતલબેન શાહ, સેન્ટરના વહીવટી અધિકારી યજ્ઞેશભાઇ ભટ્ટ, ગોલ્ડ મેડાલિસ્ટ દીકરીઓના પરિવારજનો તથા ટ્રસ્ટીઓ દમયંતીબેન મહેતા તથા મેઘાબેન મહેતા આ પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા હાજર રહ્યા હતા.

વાંકાનેરમાં અમરસિંહજી કેમ્પસમાં જૂન-૨૦૧૯ માં શરૂ થયેલ આ સ્ટડી સેન્ટરમાં સનાતક થયેલા આ વિદ્યાર્થીઓ અને પ્રથમ તબક્કાના રાઉન્ડમાં જ બે બે ગોલ્ડ મેડલ મળતા ટ્રસ્ટીઓ તથા સ્ટડી સેન્ટરમાં કોઓર્ડીનેટર, અન્ય પ્રોફેસર તથા વહીવટી અધિકારીઓ અત્યંત હર્ષની લાગણી અનુભવે છે અને પદવીપત્રક મેળવનાર તેમજ ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેરમાં બીએઓયુ સેન્ટર શરૂ કરવામાં પાયાના પથ્થર એવા સ્વ.જગદીપ ઉપાધ્યાય હતા.ત્યારે આજે આ ખુશીના સમયે સમગ્ર બીએઓયુ વાંકાનેર સ્ટડી સેન્ટર તેમને યાદ કરી તેમનો આભાર માન્યો હતો






Latest News