મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ ઉપરથી વધુ એક શખ્સ ચોરાઉ બાઈક સાથે પકડાયો : તજવીજ ચાલુ


SHARE







મોરબીના જેતપર રોડ ઉપરથી વધુ એક શખ્સ ચોરાઉ બાઈક સાથે પકડાયો : તજવીજ ચાલુ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાનમાં શંકાસ્પદ જણાતા ઇસમને અટકાવીને તેની ઝડતી લેવામાં આવતા અને તેને પાસે રહેલ બાઈક અંગે પૂછપરછ કરવામાં આવતા તે ગલ્લાતલ્લાં કરવા લાગ્યો હતો જેથી શંકાસ્પદ (ચોરીઉ) મુદ્દામાલ જણાતા તે ઇસમને પોલીસ સ્ટેશન લાવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં પોકેટકોપ એપ્લિકેશનથી હાથ ધરાયેલી તપાસમાં તેની પાસે રહેલ બાઈક ચોરાઉ હોવાનું ખુલ્યું હતું જેથી હાલ ચોરાઉ બાઈક સાથે મૂળ એમપીના ઇસમની ધરપકડ કરવામાં આવી છે.અગાઉ પણ મોરબી એ ડિવિઝન પોલીસ મથક ખાતે એક શખ્સ પકડાયો છે જેની પાસેથી ૧૪ જેટલા બાઈકોની ચોરી ખુલ્લી હોય આ બનાવમાં પણ આ રીતે વધુ ચોરી સામે આવે તેવું જણાઈ રહ્યું છે અને તાલુકા પોલીસ તે દિશામાં પણ આગળની તપાસ ચલાવી રહી છે.

વધુમાં મળતી માહીતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટાફ જેતપર રોડે આવેલ પીપળી ગામ નજીક વાહન ચેકીંગ અને પેટ્રોલીંગમાં હતો તે દરમિયાનમાં એક નંબર પ્લેટ વગરના બાઈક સાથે નીકળેલ શંકાસ્પદ ઇસમને અટકાવી તેનું નામ પુછતી તેણે પોતાનું નામ રાકેશ મદનદાસ બૈરાગી જાતે બાવાજી (૩૭) રહે. રામકો વિલેજ ઘુંટુ પાસે મોરબી-૨, મૂળ રહે.પાપલીખેડા તા.મબીધરપુરા જી.ઉજ્જેન મધ્યપ્રદેશ હોવાનું પોલીસને  જણાવતા તેની પાસે રહેલ બાઇકના કાગળ પોલીસે માંગતા રાકેશ બૈરાગી ગલ્લાં તલ્લાં કરવા લાગતા પોલીસે પોકેટકોપ એપ્લિકેશન વડે એન્જિન ચેચીસ નંબર ચેક કરતા તેની પાસે રહેલ બાઈક નંબર જીજે ૩ જેએ ૪૪૧૮ રાજકોટના મહીકા ગામના શ્યામકિરણપાર્કના રહેવાસી વિશાલભાઈ ધીરૂભાઈ બામટાનું હોવાનું સામે આવ્યું હતું.જેથી આગળની વધુ તપાસ માટે મોરબી તાલુકા પોલીસે રાકેશ બૈરાગી નામના ઇસમની અટકાયત કરી રૂા.૨૦ બદારની કિંમતનું બાઇક કબ્જે લીધુ હતુ.આ કામગીરી તાલુકા પીએસઆઇ વી.જી.જેઠવા, જયદેવસિંહ ઝાલા, દિનેશભાઇ બાવળીયા, દિવ્યરાજસિંહ જાડેજા, પંકજભા ગુઢડા, રમેશભાઇ મુંધવા, હરપાલસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, કુલદીપભાઇ કાનગડ, ભગીરથભાઇ લોખીલ, કેતનભાઇ અજાણાએ કરી હતી.






Latest News