મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડેથી કામે જવા માટે નીકળ્યા બાદ ગુમ થયેલ યુવાનની ભાળ મળી


SHARE







મોરબીના વાવડી રોડેથી કામે જવા માટે નીકળ્યા બાદ ગુમ થયેલ યુવાનની ભાળ મળી

મોરબીના વાવડી રોડ ઉપર રહેતો યુવાન કામે જવા માટે તેને ઘરેથી નીકળ્યો હતો ત્યારબાદ તે જુના બસ સ્ટેન્ડ પાસેથી ગુમ થઈ ગયો હતો ગુમ થયેલા યુવાનના ભાઈએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી. દરમિયાન ગુમ યુવાન રાજકોટથી મળી આવ્યો હતો.

મોરબીના વાવડી રોડ ઉમિયા પાર્કમાં રહેતા વેપારી યુવાન નવીનભાઈ ધીરજભાઈ છત્રોલા જાતે પટેલ (૨૩) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેનો ભાઈ હિરેન ધીરજભાઈ છત્રોલા (૨૦) ગુમ થયો હોવા અંગે થોડા દિવસો પહેલા જાણ કરીને જણાવ્યુ હતુ કે, વાવડી રોડ ઉપર આવેલ ઉમિયાપાર્કમાંથી મોરબીના શનાળા રોડ ઉપર આવેલ તુલસી દસ્તાવેજની ઓફિસે તે કામ કરતો હોય ત્યાં જવા માટે નીકળ્યો હતો અને ત્યારબાદ તે મોરબીના જુના બસ સ્ટેશન પાસેથી ગુમ થઈ ગયો હતો.દરમિયાનમાં ગુમ થયેલ યુવાનની ભાળ મળી હતી અને તેમાં ખુલ્યું હતું કે ગત તા.૧૦-૪ ના સવારે તુલસી દસ્તાવેજ કામે ગયેલ ત્યારે ત્યાંથી તેને ટંકારા ખાતે ટોકન લેવા જવા માટે જણાવવામાં આવતા તે બાઈકમાં ટંકારા જતા બાઈકના સાઇલેન્સરમાં પગે ફોડલો થઈ ગયો હતો અને પગે અગાઉ ફ્રેકચર થયું હતું જેમાં પણ પાંચેક લાખ જેવો અગાઉ ખર્ચ થયો હતો જેથી ઘરે જવામાં માતા-પિતાની બીક લાગતા તે જાતે જુના બસ સ્ટેન્ડથી સામેકાંઠે ત્રાજપર ચોકડી થઈ ચોટીલા પહોંચ્યો હતો અને ત્યાં રોકાયા બાદ અમદાવાદ ગયો હતો અને અમદાવાદ ખાતે કાંકરિયા, રિવરફ્રન્ટ વગેરે જગ્યાએ રોકાયા બાદ ત્યાં નાસ્તો કરી બસ સ્ટેન્ડમાં સૂઈ ગયો હતો અને બાદમાં ઘરની યાદ આવતા રાજકોટ પહોંચ્યો હતો અને ત્યાં રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચી કોઈના ફોનમાંથી પોતાના ભાઈને જાણ કરી હતી અને પોતાને તેડી જવા જણાવતાં તેનો ભાઈ રાજકોટ ગયો હતો અને ત્યાંથી ગુમ થયેલા હિરેન છત્રાલાને શોધીને ઘરે લાવ્યો હતો જે અંગે હાલ પોલીસને નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં મહિલાને ઇજા

મોરબીના વીસીપરામાં આવેલ વિજયનગર વિસ્તારમાં રહેતા સબીનાબેન માંગુભાઈ પારઘી નામના ૨૭ વર્ષીય મહિલાને તેના રહેણાંક નજીક કોઈ બાબતે થયેલ ઝઘડા બાદ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ મકવાણા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે જ્યારે મોરબીના માળિયા મિંયાણા ખાતે આવેલ કાજરડા ગામે ઘર પાસેથી સાયકલ લઈને જતા સમીર અસલમભાઈ મોવર નામના ૧૫ વર્ષના સગીરને કોઇ બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ સમીર મોવરને સારવાર માટે અહીંની સમર્પણ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો બનાવ સંદર્ભે નોંધ કરી હાલ પોલીસને જાણ કરાતા માળિયા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News