મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસેથી તમંચા સાથે એક શખ્સ પકડાયો


SHARE







મોરબીના રફાળેશ્વર પાસેથી તમંચા સાથે એક શખ્સ પકડાયો

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે સર્વિસ રોડ ઉપરથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો ત્યારે પોલીસે હથિયાર કબજે કરી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લા એસ.ઓ.જી.ની ટીમને મળેલ બાતમી આધારે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હોય પોલીસે ૧૦૦૦ ની કિંમતનો તમંચો કબજે કર્યો હતો અને આરોપી ઈરફાન રફીકભાઈ સમા જાતે સિપાહી (૨૫) રહે. સોઓરડી વરિયાનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે

બાઇક ચોરી

મૂળ હળવદ તાલુકાના નવા દેવડીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના હળવદ રોડ ઉપર આવેલ હરિઓમ પાર્કમાં રહેતા અમિતભાઈ જયંતીભાઈ ભોરણીયા જાતે પટેલ (૩૦) એ અજાણ્યા શખ્સની સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સાગર હોસ્પિટલ સામેની શેરીમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એમ ૫૨૬૯ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News