મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

ભર ઉનાળે ડેમના દરવાજા ખૂલ્યા: મોરબી જીલ્લાના સાત ગામના ખેડુતોને સિંચાઇનું ૨૦૦ એમસીએફટી પાણી નદી મારફતે મળશે


SHARE





ભર ઉનાળે ડેમના દરવાજા ખૂલ્યા: મોરબી જીલ્લાના સાત ગામના ખેડુતોને સિંચાઇનું ૨૦૦ એમસીએફટી પાણી નદી મારફતે મળશે

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં નસીતપર ગામ પાસે આવેલ ડેમી -૨ ડેમમાં સૌની યોજના અંતર્ગત ભરવામાં આવેલ છે તે જથ્થામાંથી સિંચાઈ માટે ચેકડેમ અને ડેમી-૩ ડેમ સુધી પાણી આપવા માટે આજે ડેમી -૨ ડેમના ૬ દરવાજ ખોલવામાં આવ્યા છે અને ૬ દરવાજાને બે ફૂટ સુધી ખોલીને ડેમી -૩ સુધી પાણી પહોચડવામાં આવી રહ્યુ છે જેથી સાત ગામના ખેડુતોને સિંચાઇ માટે પાણીનો લાભ થશે

મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી -૨ સિંચાઈ યોજનાના સેક્શન ઓફિસર દ્વારા ડેમી -૨ ની નીચેના વિસ્તારમાં આવતા નસીતપર, નાના રામપર, મોટા રામપર, ચાચાપર, ખાનપર, કોયલી, ધુળકોટ, આમરણ, બેલા તેમજ માવનુ ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતુ કેમકે, સૌની યોજનાનું મંજૂર થયેલ પાણી ડેમી -૨ ડેમમાં આવી ગયું છે ત્યારે આ જળ જથ્થામાંથી ડેમી -૩ અને ચેકડેમોમાં સિંચાઇ માટે પાણી ભરવાનુ છે જેથી ડેમી -૨ ની નીચેના ભાગમાં આવેલ ગામોના લોકોને તા. ૪/૪ ના રોજ સવારે સવારે સાડા સાત વાગ્યા પછી નદીના પટમાં ન જવા માટેની સૂચના આપવામાં આવી છે કે, આ ડેમના છ દરવાજા બે ફૂટ સુધી ખોલીને પાણીને ડેમી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે હાલમાં ડેમી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી કરીને નીચેના ભાગમાં આવેલા નાના રામપર, ચાંચાપર, ખાનપર, કોયલી, ધુળકોટ સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને તેના ઉનાળુ પાક બચાવવા માટે થઈને સિંચાઈના પાણીનો લાભ મળશે જેથી કરીને ખેડૂતો દ્વારા સરકાર અને અધિકારીઓનો ખાનપરના નાથાભાઇ કુંભરવાડીયા, જીવાણી મનસુખભાઇ સહિતના ખેડુતો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે

સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર જે.જે. રાચ્છ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ખાનપર, ચાચાપર સહિતના સાત ગામના ખેડૂતો દ્વારા સરકારના નિયમ મુજબ સરકારમાં પાણી માટે થઈને પૈસા જમા કરાવી દેવામાં આવ્યા હતા જેથી કરીને તેઓની માંગણી મુજબ હાલમાં કુલ મળીને ૨૦૦ એમસીએફટી પાણી ડેમી નદીમાં ડેમી-૨ ડેમમાંથી છોડવાનું થાય છે જોકે હાલમાં ૧૨૨ એમસીએફસી પાણી એક સાથે છોડવામાં આવશે ત્યારબાદ સૌની યોજના અંતર્ગત જે રીતે પાણીનો જળ જથ્થો ડેમી-૨ ડેમ સુધી પહોંચશે તેના આધારે આગળ બાકીનો જે જળ જથ્થો છે તે આપવા માટેની કામગીરી કરવામાં આવશે અને હાલમાં ઉનાળાના પાક માટે થઈને ખેડૂતોએ જે પાણીની માંગણી કરી હતી તે મુજબ તે લોકોને પાણી મળી રહે તેના માટેની વ્યવસ્થા સિંચાઈ વિભાગ દ્વારા ગોઠવવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરીને જે સૌની યોજના અમલમાં મૂકવામાં આવી છે તેનો લાભ હાલમાં ઘણા બધા જિલ્લાના લોકોને મળી રહ્યો છે અને ખાસ કરીને પીવા માટે તેમજ સિંચાઈ માટેનું પાણી લોકોને મળવાથી તેઓને ઘણી રાહત થઈ રહી છે આવી જ રીતે મોરબી તાલુકાના જુદા જુદા સાત ગામના ખેડૂતોને ઉનાળામાં તેના પાક બચાવવા માટે તેને સિંચાઈના પાણીની જરૂરિયાત હતી ત્યારે સિંચાઈ માટેનું પાણી સૌની યોજના થકી પૂરું પાડવામાં આવતા ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી છે




Latest News