મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે રામનવમી નિમિતે શ્રી રામ જન્મોત્સવ, મહાઆરતી, બંને ટાઈમ ફરાળ મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો


SHARE









મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે રામનવમી નિમિતે શ્રી રામ જન્મોત્સવ, મહાઆરતી, બંને ટાઈમ ફરાળ મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામનો જન્મોત્વસ ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવવાનુ નકકી કરવામાં આવ્યુ છે.જે અંતર્ગત તા.૩૦ ને ગુરુવારના રોજ રામનવમીના પાવન પર્વ નિમિતે બપોરે ૧૨ કલાકે પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ, મહાઆરતી તથા બપોરે ફરાળ મહાપ્રસાદ તેમજ સાંજે મહાઆરતી તેમજ ફરાળ મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવ્યુ છે.રામનવમીના પાવન પર્વ નિમિતે શિવ પેકેજીંગ પરિવાર, મોરભાઈ રામજીભાઈ કંઝારીયા પરિવાર તેમજ સી.પી. પોપટ પરિવાર તરફથી મહાપ્રસાદમાં યોગદાન અર્પણ કરવામાં આવેલ છે.શ્રી રામનવમીના પાવનપર્વ નિમિતે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે યોજનાર વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા તેમજ બંને ટાઈમ ફરાળ મહાપ્રસાદ ગ્રહણ કરવા ધર્મપ્રેમી જનતાને સંસ્થા તરફથી ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.તેમ શ્રી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઇ કક્કડે યાદીમાં જણાવેલ છે.

હળવદ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ

હળવદ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા હળવદ ના તમામ વેપારીઓ ને જણાવવાનું કે આવતી કાલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામ નવમી ના તેહવાર નિમિતે ભગવાન શ્રી રામજી ની ભવ્ય શોભાયાત્રા નુ આયોજન કરેલ છે આ આયોજન માં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હળવદ ના તમામ વેપારી જનો ને સાંજે ૩:૩૦ કલાકથી શોભાયાત્રા પુરી થાય ત્યાં સુધી વેપાર ધંધા બંધ રાખી શોભાયાત્રામાં જોડાવવા હળવદના તમામ વેપારીઓને આમંત્રિત કરેલ છે તો આ આમંત્રણ ને માન આપીને વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા હળવદના તમામ વેપારીઓને વેપાર ધંધા બંધ રાખી સાંજે ૩:૩૦ વાગ્યે લક્ષ્મીનારાયણ મંદિરથી શોભાયાત્રામાં જોડાવવા વિનંતી છે શોભાયાત્રા પુરી થયા બાદ પોત પોતાના વેપાર ધંધાના સ્થળ પર પરત ફરી શકે છે અને મેડિકલ, દૂધ અને ફરસાણ સિવાયની તમામ દુકાનો બંધ રાખવા હળવદ વેપારી મહાંડળ તેમજ ચેમ્બર ઓફ કોમર્સે અપીલ કરેલ છે.






Latest News