ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા રવિવારે નેચરલ વસ્તુઓનું રાહતદરે વેંચાણ


SHARE







મોરબી હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા રવિવારે નેચરલ વસ્તુઓનું રાહતદરે વેંચાણ

મોરબીના હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા આગામી તા.૧૨ ને રવિવારે નેચરલ વસ્તુઓનું રાહતદરે વેંચાણ કરવામાં આવશે.અહીંના માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ, આર.ડી.સી.બેન્કના દરવાજા પાસે, હાઉસિંગ બોર્ડની સામે,.શનાળા રોડ, મોરબી ખાતે તા.૧૨ ને રવિવારે સવારે ૯ થી બપોરના ૧ વાગ્યાં સુધી વેચાણ થશે.જેમાબાળકો માટે કબજીયાત માં ઉપયોગી એવી ગરમાડાની સિંગ ફ્રી માં આપવામા આવશે તેમજ રાહતદરે ફૂલછોડનું વિતરણ થશે.

તે ઉપરાંત હરડે પાવડર, ગૌમૂત્ર અર્ક, દેશી ગોળ, કેળાના પાપડ, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, આંબળાની મીઠી કેન્ડી,રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી, દેશી ટામેટા, ગોલ્ડન બેરી વિગેરે.આ વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કરે યાદીમાં જણાવેલ છે કે આ વેંચાણ કેન્દ્રનો સૌ લાભ લે નિરોગી રહેવા પ્રકૃતિ તરફ વળે અને દૈનીક જીવનમા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ તેમજ વસ્તુ લેવા જાઇ ત્યારે ઘરેથી કાપડની થેલી સાથે લઇને જઇએ.






Latest News