મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ફાર્મસી-કેમીસ્ટની દુકાનો ખાતે ૨૦ માર્ચ સુધીમાં સીસીટીવી કેમેરા લગાવવા જાહેરનામું


SHARE











મોરબીના ફાર્મસી-કેમીસ્ટની દુકાનો ખાતે ૨૦ માર્ચ સુધીમાં સીસીટીવી કેમેરા લગાવવા જાહેરનામું

મોરબી જિલ્લાના તમામ જથ્થાબંધ તેમજ છુટક દવાઓની દુકાનો ખાતે ફરજીયાતપણે સીસીટીવી કેમેરા ૨૦ માર્ચ સુધીમાં લગાવવા અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગ (NCPCR) ભારત સરકાર અને માદક પદાર્થ નિયંત્રણ કચેરી (NCB) દ્વારા સંયુક્ત એકશન પ્લાન અનુસાર બાળકોમાં ડ્રગ્સ અને માદક દ્રવ્યોનો ઉપયોગ રોકવા અને ગેરકાયદેસર હેરફેર અટકાવવા માટે "એક યુધ્ધ નશે કે વિરૂધ્ધ અને નશા મુક્ત ભારત" નું લક્ષ્યાંક નકકી કરવામાં આવ્યું છે. જે અનુસાર શાળાઓ-શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના વિસ્તારમાં દવાઓનું વેચાણ કરતાં મેડીકલ સ્ટોર ઉપરથી શીડયુલ H, H1 અને X પ્રકારની દવાઓ બાળકો કે અન્યોને ડોકટરના લેખિત લખાણ સિવાય વેચાણ કરવા પર પ્રતિબંધ તેમજ ફાર્મસી તેમજ કેમીસ્ટની દુકાનો ખાતે સીસીટીવી કેમેરા લગાવવા સુચના આપવામાં આવી છે.આ પ્રકારની ડોકટરના લેખિત લખાણ સિવાય પ્રતિબંધિત દવાઓનું બાળક કે અન્યને વેચાણ કરવા અને પદાર્થ રાખવા ચોક્કસ બાબતનું નિયમન કરવાની જોગવાઇ કરેલ છે. આથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન. કે. મુછાર દ્વારા જહેરનામું બહાર પાડી હુકમો ફરમાવવામાં આવ્યા છે.


જે અનુસાર મોરબી જિલ્લામાં આવેલ તમામ જથ્થાબંધ તેમજ છુટક દવાઓની દુકાનો ખાતે સીસીટીવી કેમેરા ફરજીયાત પણે લગાડવાના રહેશે. સીસીટીવી કેમેરાની ગોઠવણી તે જગ્યામાં પ્રવેશતા વ્યક્તિઓના ચહેરા સ્પષ્ટ રીતે દેખાય તે રીતે લગાડવાના રહેશે. તેમજ ઉક્ત એકમના અંદરના ભાગોમાં પણ નિયત સંખ્યામાં સંપૂર્ણ એકમને આવરી લેતા સીસીટીવી કેમેરા અંદર તથા બહાર લગાડવાના રહેશે. તેમજ તેના બેકઅપની જાળવણી એક માસ સુધી રાખવાની રહેશે. ઉપરોક્ત એકમ ખાતે સીસીટીવી કેમેરા જે તે સમયે ઉપલબ્ધ અદ્યતન ટેકનોલોજીવાળા અને નાઇટ વિઝન સુવિધા વાળા અને નિયત કરેલ સ્ટોરેજ કેપેસીટી સાથેની સુવિધા વાળા લગાવવાના રહેશે. તમામ સીસીટીવી કેમેરામાં ભારતીય માનક અનુસારના ચોક્કસ સમય અને તારીખ નિયત કરવાના રહેશે. દવાઓની દુકાનમાંથી વેચાણ કરવામાં આવતી શીડયુલ H, H1 અને X પ્રકારની દવાઓના વેચાણ સબંધિત રજીસ્ટરનું ડિજિટાઇઝેશન પણ કરવાનુ રહેશે.આ હુકમનો અનાદાર કે ભંગ કરનાર અથવા તેમ કરવામાં મદદગારી કરનાર સામે ભારતીય દંડ સંહિતા,૧૮૬૦ના પ્રકરણ-૧૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.






Latest News