મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી અને માળીયામાં પોલીસની ઓનલાઈન પોર્ટલમાં શ્રમિકોની માહિતી ન આપનારા વધુ પાંચ સામે ગુનો નોંધાયો


SHARE











મોરબી અને માળીયામાં પોલીસની ઓનલાઈન પોર્ટલમાં શ્રમિકોની માહિતી ન આપનારા વધુ પાંચ સામે ગુનો નોંધાયો

મોરબી જીલ્લા કામ કરવા માટે આવેલ પરપ્રાંતીય મજૂરોની માહિતી ઓનલાઈન પોર્ટલમાં અપલોડ કરવામાં આવી ન હોવાથી ધડોધડ ગુના નોંધવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી અને માળીયામાં પરપ્રાંતીય મજૂરોનો કોઈ ડેટા ન લેનારા તેમજ પોલીસને ન આપનારા મિલકત ધારકો, સુપરવાઇઝર  સહિત કુલ પાંચ વ્યક્તિ સામે ગુના નોંધાયેલ છે

મોરબીમાં કબીર ટેકરી શેરી નં-૬ ઓરડિઑ પરપ્રાંતીય લોકોને ભાડે આપી હતી જેની માહિતી પોલીસ સ્ટેશનમાં આપી ન હતી જેથી કરીને મહંમદભાઈ હાજીભાઈ મુસાણી જાતે મિયાણા (૩૯) રહે. મકરાણી વાસ બ્રાહ્મણની ભોજન શાળા પાસે મોરબી તેમજ યોગેશભાઈ ગંગારામભાઈ અગેચાણીયા જાતે કોળી (૩૫) રહે. કબીર ટેકરી શેરી નં-૬ મોરબી વાળાની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયેલ છે આવી જ રીતે મોરબીના સનાળા ગામ પાસે જીઆઇડીસીમાં ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોની માહિતી ઓનલાઇન પોર્ટલમાં અપલોડ કરી ન હોવાથી કિશનભાઇ નરસીભાઈ પરમાર જાતે સતવારા (૨૭) રહે. પંચાસર રોડ મેઇન કેનાલ પાસે રોલા રાતડીયાની વાડી અને ત્યાં જ આવેલ સિલ્વર પેક ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં કામ કરતાં માણસોની માહિતી ઓનલાઈન પોર્ટલમાં અપલોડ કરેલ ન હોવાથી કૈલાશભાઈ મૂળજીભાઈ પટેલ (૪૦) રહે. ક્રિષ્ના સ્કૂલની બાજુમાં રવાપર મોરબી વાળાની સામે ગુના નોંધાયેલ છે તો માળીયા મીયાણા તાલુકાના ચાચાવદરડા ગામની સીમમાં આવેલ વીતરાગ પોલિપેક એલએલપીમાં કામ કરતાં શ્રમિકોની ઓનલાઈન પોર્ટલમાં માહિતી આપવામાં આવી ન હોવાથી સુપરવાઇઝર ધનજીભાઈ અવચરભાઈ સદાતીયા જાતે પટેલ (૬૦) ની સામે ગુનો નોંધાયો છે






Latest News