ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં બીમારીથી કંટાળીને એસિડ પી ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE







મોરબીમાં બીમારીથી કંટાળીને એસિડ પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

મોરબીમા વાવડી રોડ ઉપર રહેતો યુવાન એસિડ પી ગયો હતો જેથી કરીને તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું હતું જેથી કરીને આપઘાતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગણેશનગરમાં રહેતો સુરેશભાઈ લાભુભાઈ જીજવાડીયા (૩૦) નામનો યુવાન વાવડી રોડે એસિડ પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા સુરેશભાઈનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવ અંગે હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મૃતક યુવાનની માતાના કહેવા પ્રમાણે મૃતક યુવાનને માનસિક બીમારી હતી જેથી કંટાળીને તેને અંતિમ પગલું ભરી લીધું છે






Latest News