મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના લજાઇ ગામે વાડીએ સાપે દંશ મારતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત


SHARE





ટંકારાના લજાઇ ગામે વાડીએ સાપે દંશ મારતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત

ટંકારા તાલુકાના લજાઇ ગામે લજાઈ ચોકડી પાસે આવેલ વાડીમાં મજૂરી કામ દરમિયાન મજુર યુવાનને સાપે દંશ માર્યો હતો જેથી તેને સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા મજૂરનું મોત નીપજયું છે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના લજાઇ ગામે લક્ષ્મણભાઇની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં મુકેશભાઈ મંગાભાઈ ભીલ (૪૫) ને તારીખ ૨૭/૯ ના રોજ સાડા ત્રણ વાગ્યાના અરસામાં કામગીરી દરમિયાન સાપે દંશ દીધો હતો જેથી કરીને તેને ઝેરી અસર થઇ હતી માટે તેને પ્રથમ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લાવ્યા હતા અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર દરમિયાન મુકેશભાઈ મંગાભાઈ ભીલનું મોત નીપજયું હતું માટે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News