વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીની ગાંધી સોસાયટી પાસે મફતીયાપરામાં થયેલ મારામારીમાં આરોપીની ધરપકડ


SHARE







મોરબીની ગાંધી સોસાયટી પાસે મફતીયાપરામાં થયેલ મારામારીમાં આરોપીની ધરપકડ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નજરબાગ પાસે ગાંધી સોસાયટીના મફતીયાપરામાં એઠવાળ નાખવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો. જે સંદર્ભે બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે સામસામી ફરિયાદ નોંધાઇ હતી જેમાં એક આરોપીની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી જો કે, આજે સામાપક્ષના આરોપીની પણ ધરપકડ કરાઇ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી શહેરના સમા વિસ્તારમાં નજરબાગ પાસે આવેલ ગાંધી સોસાયટીના મફતીયા પરામાં રહેતા હિતેશભાઈ પ્રેમજીભાઈ બોસીયા (૨૨) એ નટવરભાઇ હમીરભાઈ સોલંકીની સામે ફરિયાદ નોંધાવી હતી જેમા તેને જણાવ્યું હતું કે તેના ઘરની બહાર જાહેરમાં રોડ ઉપર નટવરભાઈના પરિવારના લોકો રસોઈનો એઠવાળ અને પાણી દોડતા હોવાથી તે બાબતે તે સમજાવવા માટે ગયા હતા ત્યારે આરોપી ઉશ્કેરાઇ ગયા હતા અને બેફામ ગાળો બોલી અને ઝઘડો કર્યો હતો અને ઝપાઝપી કરી હતી ત્યારે નટવરભાઈએ તેના હાથમાં રહેલ ઈંટ હિતેશભાઇને માથામાં ફટકારી હતી આ ગુનામાં આગાઉ નટવરભાઇની પોલીસે ધરપકડ કરી હતી અને સામાપક્ષેથી નટવરભાઈ હમીરભાઇ સોલંકીએ હિતેશભાઈ પ્રેમજીભાઈની સામે ફરિયાદ નોંધાવે હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓના ઘરની પાસે હિતેશભાઈના ઘરેથી મુરઘી મટનનો કચરો નાખતા હોવાથી તે બાબતે તેઓ તેને સમજાવવા માટે જતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેને બેફામ ગાળો આપી ઝઘડો કરીને લાકડી વડે માર માર્યો હતો આ ગુનામાં પોલીસે હાલમાં હિતેશભાઈ પ્રેમજીભાઈ બોસીયા (૨૨) રહેગાંધી સોસાયટીના મફતીયાપરા વાળાની ધરપકડ કરેલ છે




Latest News