મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના રાજપર નજીક સર્જાયેલ જીવલેણ અકસ્માતના ગુનામાં આરોપી ટ્રેક્ટર ચાલકની ધરપકડ


SHARE







મોરબીના રાજપર નજીક સર્જાયેલ જીવલેણ અકસ્માતના ગુનામાં આરોપી ટ્રેક્ટર ચાલકની ધરપકડ

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ મંદિર પાસે ટ્રેક્ટર ચાલાકે પોતાનું ટ્રેક્ટર કોઈપણ જાતના ઇન્ડીકેટર કે સંકેત રાખ્યા વગર ત્યાં ઉભુ રાખ્યુ હતા અને ત્યારે બાઈક લઈને આવી રહેલ યુવાન તે ટ્રેક્ટરની ટ્રોલીમાં અથડાયો હતો જેથી કરીને તેને શરીરે ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર લઈને ત્યાંથી નાસી ગયો હતો જેથી મૃત્યુ પામેલ યુવાનના કાકા દ્વારા ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના થોરાળા ગામે રહેતા રાણાભાઇ રાઠોડનો દીકરો કાનાભાઈ રાણાભાઇ રાઠોડ (૩૦) પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એબી ૭૧૯૫ લઈને મોરબીના રાજપર રોડ ઉપર આવેલ હનુમાન મંદિર પાસે ધર્મેન એસ્ટેટના બોર્ડ પાસે કાચા રસ્તા ઉપર થી પસાર થતો હતો ત્યારે ટ્રેક્ટરના ચાલકે પોતાનું ટ્રેક્ટર અને ટ્રોલી કોઈપણ જાતના ઈન્ડિકેટર કે સંકેત આપ્યા વગર ત્યાં ઉભા રાખ્યા હતા જેથી કરીને પાછળથી આવી રહેલ કાનાભાઈ રાઠોડ very અથડાયા હતા જેથી કરીને તેને માથાના ભાગે અને શરીરને ગંભીર ઈજા થઇ હોવાથી કાનાભાઈ રાઠોડનુ મોત નીપજ્યું હતું અને ટ્રેક્ટર ચાલક અકસ્માત સર્જાયા બાદ સ્થળ ઉપરથી પોતાનું ટ્રેક્ટર લઈને નાસી ગયો હતો જેથી મૃત્યુ પામેલા યુવાનના કાકા ખેંગારભાઈ મોહનભાઈ રાઠોડએ મહેન્દ્રા કંપનીના ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી વિષ્ણુ દરૂભાઈ પેંદા (૧૯) રહે. મૂળ એમપી હાલ રહે. રાજપર ગામની સીમમાં શ્રીરામ સિરામિક બ્લોકની બાજુમાં વાળની પીએસઆઈ બી.એ. ગઢવીએ ધરપકડ કરેલ છે






Latest News