મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને બે વર્ષની સજા મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકાએ યુવાન ઉપર ફાયરિંગ કરીને મર્ડર મામલે હથીયાર આપનાર આરોપીની ધરપકડ વિકસતું વાંકાનેર, સમૃદ્ધ વાંકાનેર; લોકોને હરવા-ફરવા માટે મળશે જિલ્લાનો સૌથી મોટો નેહરુ ગાર્ડન મોરબી કલેક્ટરે વેણાસર ગામની મુલાકાત લઈ ગ્રામીણ વિકાસ અને સરકારી જમીનોની ફાળવણીના વિવિધ પ્રકલ્પોની સમીક્ષા કરી મોરબી મહાપાલિકાની ખાસ સામાન્ય સભામાં જુદીજુદી મિકલત દીઠા ઘન કચરા માટે માસિક અને ફાયરની ટિમ રેસ્ક્યુ માટે જાય તો તેના માટે ચાર્જ નક્કી કરાયા 13 મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં રહેલા મોરબીના સાહિલ માજોઠીએ 2 મહિના બાદ માતા સાથે કરી વ્હોટ્સએપ કોલથી વાત મોરબીમાં કચરામાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૦ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના નાગડવાસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં દિકરીઓની ટુર્નામેન્ટ રમાઈ


SHARE









મોરબીના નાગડવાસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં દિકરીઓની ટુર્નામેન્ટ રમાઈ

મોરબીનાં લીલાછમ્મ અને લોર્ડ્સ ટાઈપ મુરલીધર ક્રિકેટ મેદાનમાં ગર્લ્સ ટ્રાયગલ ક્રિકેટ સિરીઝનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મધુપુર માસ્ટર્સ, રામપર રોયલ્સ અને સોખડા સ્માર્ટર ટિમ વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. જેમાં રામપર રોયલ્સ અને સોખડા સ્માર્ટર બાદ ફાઇનલ મેચ રામપર રોયલ્સ અને સોખડા સ્માર્ટર વચ્ચે રમાયો હતો. દિલધડક ફાઈનલ્સ મુકાબલામાં રામપર રોયલ્સ વિનર થઇ હતી. બાળકોને રામપર શાળા તરફથી અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો.મધુપૂર શાળા તેમજ દ્વારકેશ હોટેલ તરફથી આકર્ષક ઈનામી ટ્રોફીના દાતા બન્યા હતા. સોખડા સ્કૂલ તેમજ પરંપરા હોટેલ તરફથી બાળાઓને સુંદર હેડકેપ આપવામાં આવી હતી.જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોંનગ્રા અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોય આવી શક્યા નહોતા પણ એમના તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય સુખાભાઈ ડાંગર, વર્તમાન તાલુકા પંચાયતના સદસ્ય જયેશભાઇ રાઠોડ, સુરેશભાઈ ડાંગર, તા.શિ સંઘ મહામંત્રી કાનજીભાઈ રાઠોડ, માળીયા મહાસંઘના અધ્યક્ષ હરદેવભાઈ કાનગડ, મોરબી જિલ્લા આરોગ્ય સંઘના પ્રમુખ પ્રિન્ગલભાઈ ડાંગર, પ્રભાતભાઈ બોરીચા,દિનેશભાઈ કાનગડ, કિશોરભાઈ બાલાસરા, રાજેશભાઈ રાઠોડ,રાજેશભાઈ બાલાસરા,પ્રકાશભાઈ બોરીચા, પ્રફુલભાઈ ડાંગર, સુનિલભાઈ બરાસરા, દિવ્યેશભાઈ અઘારા વગેરે બાળાઓના આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે ખૂબ શુભેછા પાઠવી હતી.તેવું સોખડા શાળાના શિક્ષક અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસઘના સિનિયર ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ કુવાડીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે




Latest News