મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના મહિલા પોલીસકર્મી લખેલ પુસ્તકનું ગૃહમંત્રીના હસ્તે કરાયું વિમોચન


SHARE







મોરબીના મહિલા પોલીસકર્મી લખેલ પુસ્તકનું ગૃહમંત્રીના હસ્તે કરાયું વિમોચન

મોરબીના મહિલા પોલીસ કર્મચારીએ જિલ્લાનું નામ સમગ્ર ગુજરાતમાં ગુંજતું કર્યું છે ત્યારે વારંવાર ગિરનારને સર કરનાર મહિલા પોલીસ કર્મચારી ભૂમિકાબેન ભૂત દ્વારા સંઘર્ષગાથાને રજૂ કરતું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. જે પુસ્તકનું ગાંધીનગર ખાતે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

મોરબી નજીકના ચાંચાપર ગામના મૂળ રહેવાસી અને હાલમાં મોરબીમાં રહેતા અને જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા ભૂમિકાબેન ભૂત દ્વારા ગિરનાર આરોહણ અવરોહણની સ્પર્ધામાં ભાગ લઈને સતત જીત હાંસેલ કરવામાં આવી હતી જેથી કરીને મોરબી જિલ્લાનું નામ સમગ્ર ગુજરાતમાં ગુંજતું થઈ ગયું હતું અને તાજેતરમાં તેને હિમાલય ટ્રેકિંગ કર્યું હતું ત્યાર બાદ તેને પોતાના સારા નરસા અનુભવ અને સિદ્ધિ સુધી પહોચવા કરેલ મહેનતની વાતને હૈયું, હામ અને હિમાલય નામના પુસ્તકમાં લખી છે જે પુસ્તકનું ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર ખાતેથી વિમોચન કરવામાં આવ્યું હતું આ પુસ્તક વિમોચન બાદ ગૃહમંત્રીએ ભૂમિકાબેનને શુભેચ્છા પાઠવી હતી અને આગામી દિવસોમાં ઉજવળ ભવિષ્યની પ્રાર્થના કરી હતી આ તકે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, ધ્રાંગધ્રા હળવદના ધરાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિતના હાજર રહ્યા હતા 






Latest News