મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી નજીક રસ્તો ઓળંગતા પતિ-પત્ની અને બાળકને રીક્ષાએ હડફેટ લેતા ત્રણેય સારવારમાં


SHARE







મોરબીના પાનેલી નજીક રસ્તો ઓળંગતા પતિ-પત્ની અને બાળકને રીક્ષાએ હડફેટ લેતા ત્રણેય સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા પાનેલી ગામ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રસ્તો ઓળંગી રહેલ પતિ-પત્ની અને તેમના છ વર્ષના બાળકને ઓટો રીક્ષાના ચાલકે હડફેટે લેતા ત્રણેય ઇજાગ્રસ્તોને અહીંની ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા અને બનાવને પગલે હાલ તાલુકા પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર વિસ્તારના રહેવાસી અને હાલ પાનેલી ગામે રહેતા જગદીશભાઈ છનાભાઈ શિરોહીયા (ઉંમર ૨૫), હેતલબેન જગદીશભાઈ (ઉમર ૨૪) અને બાબો જગદીશભાઈ (ઉંમર ૬) નામના ત્રણ લોકોને પાનેલી ગામના પાટીયા પાસે રસ્તો ઓળંગતા સમયે ઓટો રીક્ષાના ચાલકે હડફેટે લેતા ત્રણેય ઇજાગ્રસ્તોને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા પ્રાથમિક સારવાર કર્યા બાદ હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા તાલુકા પોલીસને જાણ કરાતા હાલમાં તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને અકસ્માત સર્જીને ભાગી છુટેલા રીક્ષા ચાલકને પકડવા પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના નવાડેલા રોડ ઉપર આવેલ રાવલ શેરીમાં રહેતા ઘેલાભાઈ રાજેશભાઈ રાવલ નામના ૨૧ વર્ષના યુવાનને મોરબીના સિવિલ હોસ્પિટલ ચોક પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી તેને પ્રાથમિક સારવાર સિવિલ ખાતે આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાંથી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવેલી હોય એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર આવેલ એબીસી સિરામિક નજીક રહેતા સામુભાઈ વર્મા નામના ૧૮ વર્ષીય પરપ્રાંતિય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે જેતપર રોડ ઉપર તેનો બાઇક સાથે કૂતરું અથડાતા વાહન સ્લીપ થઈ ગયું હતું જેથી ઈજા પામેલ સામુભાઈ વર્માને અહીંના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો બનાવને પગલે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા વિજયભાઈ ડાંગર દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News