મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના કહેતા યુવાને ફિનાઇલ ગટગટાવ્યું


SHARE







મોરબીમાં યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના કહેતા યુવાને ફિનાઇલ ગટગટાવ્યું

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારની અંદર રહેતા યુવાનને કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો અને યુવતીએ સંબંધ રાખવાની ના પાડતા તેણે પોતાની જાતે ફિનાઈલ પી લીધું હતું જેથી તે યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા છે અને હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો મકવાણા ધ્રુવ મનીષભાઈ (૧૯) નામનો યુવાન પોતાની જાતે ફિનાઈલ પી ગયો હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને હોસ્પિટલ મારફતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ બનાવની પ્રાથમિક તપાસ કરનારા એચ.એમ. ચાવડા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ફીનાઇલ પી ગયેલ યુવાનને કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો અને યુવતીએ તેની સાથે સંબંધ રાખવાની ના પાડી હતી જેથી કરીને લાગી આવતા તે યુવાને ફિનાઇલ પી લીધું છે અને હાલ માટે સારવાર હેઠળ છે

ઝેરી દવા પી લીધી

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતી શિલ્પાબેન વિનોદભાઈ કોઠીયા (૨૫) નામની મહિલા કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હાલમાં આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલા હાલમાં બેભાન હાલતમાં સારવાર હેઠળ છે અને તેનો લગ્ન ગાળો ત્રણ વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે






Latest News