મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો
Breaking news
Morbi Today

મોરબીમાં સળગતી કારને ઠારવા માટે ફાયરની ટિમ અડધા કલાકે પહોચી !


SHARE











મોરબીમાં સળગતી કારને ઠારવા માટે ફાયરની ટિમ અડધા કલાકે પહોચી !

મોરબીના લલબાગમાં આવેલ તાલુકા સેવાસદના પાર્કિગમાં જુદીજુદી કારને પાર્ક કરીને મૂકવામાં આવી હતી જે પૈકીની એક કારમાં ગઇકાલે સવારે કોઈ કારણોસર આગ લાગી હતી જેથી કરીને તે કારની બાજુમાં જ પાર્ક કરીને મૂકવામાં આવેલ અન્ય કારમાં આગ ફેલાઈ તો વધુ નુકશાન થાય અને કોઈ દુર્ઘટના બને તેવી શક્યતા હતી જેથી કરીને મામલતદાર કચેરી મારફતે આ અંગેની પાલિકાના ફાયર વિભાગને જાણ કરવા માટે સતત ફોન કરવામાં આવતા હતા જો કે, સ્થળ ઉપર હાજર રહેલા લોકોના કહેવા મુજબ આખી કાર આગન ગોળો બની ગઈ અને કાર બળીને ખાખ થઈ ગઈ ત્યાર બાદ પાલિકાની ફાયર વિભાગનૈયું ટિમ દ્વારા આવી હતી અને કારમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવામાં આવેલ હતી અત્રે ઉલેખનીય છે કે, મોરબીના સિરામિક એસો., પેપર મિલ એસો. વિગેરે દ્વારા અત્યાર સુધીમાં અનેક વખત સરકારમાં લેખિત રજૂઆત કરીને મોરબી જીલ્લામાં અધ્યતન ફાયર સ્ટેશન આપવામાં માટેની માંગ કરવામાં આવી છે જો કે, હજુ સુધી સરકાર દ્વારા મોરબી જિલ્લાને અધ્યતન ફાયર સ્ટેશન આપવામાં આવ્યું નથી જેથી કરીને આવી દુર્ઘટના ગમે ત્યારે બને તે સમયે લોકોને નુકશાની સહન કરવા સિવાય બીજો કોઈ છૂટકો જ નથી તે હક્કિત છે






Latest News