મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં ૫૧ વીજ કનેક્શનમાં ગેરરીતી સામે આવતા ૧૬.૩૯ લાખનાં બીલ ફટકાર્યા


SHARE







વાંકાનેર તાલુકામાં ૫૧ વીજ કનેક્શનમાં ગેરરીતી સામે આવતા ૧૬.૩૯ લાખનાં બીલ ફટકાર્યા

મોરબી જીલ્લામાં વીજ ચોરીના દૂષણને ડામવા માટે વીજ કંપનીના અધિકારીઓ દ્વારા જુદીજુદી ટીમો બનાવીને ચેકિંગ કરવામાં આવે છે તેવી જ રીતે મોરબી જિલ્લાના વાંકાનેર શહેર અને તાલુકામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે કુલ મળીને ૫૧ વીજ કનેક્શનમાં વીજચોરી થતી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તે ગ્રાહકોને ૧૬.૩૯ લાખના બિલ ફટકારવામાં આવેલ છે

મોરબી વર્તુળ કચેરી દ્વારા વાંકાનેર શહેર અને તાલુકાના જુદા-જુદા વિસ્તારમાં રહેણાંક અને વાણીજ્ય હેતુના વિજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા ત્યારે જામનગરભુજઅંજાર તથા મોરબી જીલ્લાની વિવિધ વિજીલન્સ ૩૫ ટીમો સાથે રહી હતી અને કુલ ૬૨૬ વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા ત્યારે રહેણાકમાં ૪૯ અને વાણીજ્ય હેતુના બે કનેક્શનમાં ગેરરીતી સામે આવી હતી જેથી કરીને વીજ કંપનીના અધિકારીઓ દ્વારા તે ગ્રાહકોને ૧૬.૩૯ લાખનાં બીલ ફટકારવામાં આવેલ છે. વધુમાં અધિકારી જણાવ્યુ હતુ કે, વાંકાનેર વિભાગીય કચેરી હેઠળનાં શહેરગ્રામ્ય-૧ અને ગ્રામ્ય-૨ પેટા વિભાગીય કચેરી હેઠળનાં રહેણાંકમરઘા ઉછેર કેન્દ્રઅન્ય વાણીજ્ય હેતુ તથા ખેતીવાડીના કનેક્શનમા વીજ ચોરીનું પ્રમાણ વધારે જોવ મળી રહ્યું છે જેથી ચેકિંગ ડ્રાઈવ ત્યાં ચાલુ જ રાખવામા આવશે






Latest News