મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીની સોખડા શાળામાં માતૃભાષા દિવસની ગૌરવરૂપ ઉજવણી


SHARE







મોરબીની સોખડા શાળામાં માતૃભાષા દિવસની ગૌરવરૂપ ઉજવણી

આજે જ્યારે સૌને અંગ્રેજી ભાષાનું ઘેલું લાગ્યું છે, લોકો પોતાની માતૃભાષાને ભૂલી રહ્યા છે, ત્યારે વિશ્વ માતૃ ભાષા દિવસનાં પાવન પ્રસંગે ઉજવણીમાં અગ્રેસર એવી સોખડા પ્રાથમિક શાળામાં વિશ્વભાષા દિવસની ઉજવણી હરખભેર કરવામાં હતી. પ્રાર્થના સભામાં ભાષા લોકો વચ્ચે પ્રત્યાયન માટે  કેવું કડિરૂપ કામ કરે છે વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. શાળાના  શિક્ષક રમેશભાઈ કાલરિયાએ માતૃભાષાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આપણે આપણી લાગણીઓ,સંવેદનાઓ જે રીતે માતૃભાષામાં વ્યક્ત કરીએ છીએ એ રીતે અન્ય ભાષામાં કરી શકતા નથી,આપણને માતા પ્રત્યે જેટલો પ્રેમ અને સ્નેહ હોય એટલો જ પ્રેમ માતૃભાષા પ્રત્યે રાખવો જોઈએ, જેમકે માં તે માં છે અને માસી તે માસી છે, માસી જેમ માતાનું સ્થાન ન લઈ શકે એમ અન્ય ભાષા ક્યારેય માતૃભાષાનું સ્થાન ન લઈ શકે,માટે માતૃભાષા જીવંત રહે એ આશયથી વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન દિવ્યેશભાઈ અઘારા તથા આશાબેન ગોહિલ વગેરેએ કર્યું હતું. એમ પ્રદિપભાઈ કુવાડિયા શાળાના શિક્ષક અને સિનિયર ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી જિલ્લાની યાદીમાં જણાવાયું છે.






Latest News