મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

મોરબીમાં કાકાના ઘરે જતી સગીરાને કાળનો ભેટો


SHARE





મોરબીમાં કાકાના ઘરે જતી સગીરાને કાળનો ભેટો

મોરબીના ભડિયાદ રોડ ઉપર આવેલ જંગલેશ્વર વિસ્તારમાં રહેતી સગીરા તેના ઘરેથી કાકાના ઘરે જતી હતી ત્યારે નઝરબાગ રેલવે સ્ટેશન પાસે રેલ્વે ટ્રેકને ઓળંગતા સમયે ડેમુ ટ્રેનની હડફેટે આવી ગઈ હતી જેથી કરીને તે સગીરાનું મોત નીપજ્યું હતું અને આ બનાવની મોરબી સિટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ભડિયાદ રોડ ઉપર આવેલ જંગલેશ્વર વિસ્તારમાં વિનોદભાઇ ડાભીની દીકરી જીગુબેન ઉર્ફે જીગ્નાશાબેન (૧૬) સોમવારે સવારે સોઓરડી વિસ્તારમાં રહેતા તેના કાકાના ઘરે જઇ રહી હતી ત્યારે મોરબીના સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન નજીક સવારે ૧૦ વાગ્યાના અરસામાં રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહી હતી ત્યારે વાંકાનેરથી મોરબી બાજુ આવતી ડેમુ ટ્રેનની હડફેટે આવી ગઈ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું. જેથી તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે 




Latest News