અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે કારખાના પાસે ટીસી ઉપર ચડી જતાં દાઝી ગયેલ યુવાનનું મોત


SHARE





વાંકાનેરના માટેલ રોડે કારખાના પાસે ટીસી ઉપર ચડી જતાં દાઝી ગયેલ યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ કારખાના પાસે વીજ કંપનીના ટીસી ઉપર યુવાન ચડી ગયો હતો જેથી તેને ઇલેક્ટ્રીક શોટ લાગતા તે દાઝી ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ એસ્કોન સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો પ્રદીપકુમાર વેદરામસિંહ નાયક નામનો યુવાન કોઈ કારણોસર માટેલ રોડ ઉપર આવેલ એક્વા પ્રોડક્ટ નામના કારખાના પાસે વીજ કંપનીના ઇલેક્ટ્રિક ટીસી ઉપર ચડી ગયો હતો અને ત્યારે તેને કોઈ કારણોસર વીજ શૉટ લાગતા તે આખા શરીરને દાજી ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને સંજયભાઈ નારણભાઈ ચાવડા રહે. માટેલ વાળો વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને સંજયભાઈ દ્વારા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર
ટંકારાની લતીપર ચોકડી પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યારે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર વરલી જુગારના આંકડા લેતા વલ્લભભાઈ ભલાભાઇ પંચાસરા (૪૨) રહે. પાંજરાપોળ મેલડી માતાજીના મંદિર પાસે રાજકોટ તેમજ હારુનભાઈ સુભાનભાઈ વડગામા (૪૭) રહે. મોચી બજાર ટંકારા વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા ૬૧૫૦ કબજે કરેલ છે અને જુગાર ધારા હેઠળ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News