તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના રંગપર રોડ ઉપર સીરામીક કારખાના બહાર યુવાનને છરી ઝીકીને મોબાઇલ ફોનની ચિલઝડપ


SHARE











મોરબીના રંગપર રોડ ઉપર સીરામીક કારખાના બહાર યુવાનને છરી ઝીકીને મોબાઇલ ફોનની ચિલઝડપ

મોરબીના જુદા જુદા વિસ્તારમાં એકલદોકલ વ્યક્તિ પાસેથી મોબાઇલ ફોનની ચીલ ઝડપ કરવાના બનાવો છેલ્લા દિવસોમાં મોરબીની આસપાસમાં વધેલ છે દરમિયાન હાલમાં મોરબીના જેતપર રોડ ઉપર ગામ પાસે આવેલ રંગપર ગામ પાસે આઇ ટાઇલ્સ એલએલપી નજીકથી બે બાઈકમાં આવેલા અજાણ્યા ચાર શખ્સોએ યુવાનને છરી વડે ઇજા કરીને તેની પાસેથી મોબાઇલ લઈને નાસી ગયા હતા જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ વોયાતી સીરામીક કારખાનાની ઓરડી નજીકથી યુવાન પાસેથી અજાણ્યા ચાર શખ્સો મોબાઈલ ફોન આંચકી ગયા હતા જે ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી 23 એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કબજે કર્યા છે દરમિયાન હાલમાં રાજસ્થાનના જોધપુર જિલ્લાના પોપાવાસ ગામના રહેવાસી ઓમારામ લુણાભાઈ ખોત જાતે જાટ (ઉંમર વર્ષ 32) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અગાઉ ચોરાઉ મોબાઇલ સાથે ઝડપાયેલ કાનજીભાઈ ઉર્ફે કાનો રાજેશભાઈ ચાવડા જાતે પખાલી (ઉંમર વર્ષ 21) રહે રામકૃષ્ણ નગર તેમજ લાલો નવઘણ કોળી, મોસીનભાઈ અકબરભાઈ મોવર અને શીવાભાઈ ભુપતભાઈ કોળી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલ આઇ ટાઇલ્સ એલએલપી સીરામીક કારખાનાની બહાર તે ઉભો હતો ત્યારે બે અજાણ્યા બાઈકમાં ઉપરોક્ત શખ્સો તેની પાસે આવ્યા હતા અને તેની પાસેથી વીવો કંપનીનો મોબાઇલ ફોન આંચકીને લઈને નાસી ગયા હતા ત્યારે ફરિયાદી યુવાનને છરી વડે ઇજા પણ કરવામાં આવી હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદા આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂ

વાંકાનેર તાલુકાના મકતનપર ગામે સ્મશાનની પાછળના ભાગમાં ખરાબ આમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ત્રણસો લીટર આખો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 600 ની કિંમતનો આથો તેમજ અન્ય સાધનો 2660 રૂપિયાની કિંમતના આમ કુલ  3260 રૂપિયાનો મુદ્દા માલ કબજે કરીને જીતેશ ઉર્ફે જીતો કરમશીભાઈ અબાસણીયા જાતે કોળી ઉંમર વર્ષ 24 રહે મકતાનપર વાળા ની ધરપકડ કરેલ છે






Latest News