મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં જોખમી ઝૂલતા પુલને જયસુખભાઇ પટેલે કોના ઈસારે ચાલુ રાખ્યો ?: સાત દિવસના રિમાન્ડમાં થશે અનેક ખુલાસા


SHARE







મોરબીમાં જોખમી ઝૂલતા પુલને જયસુખભાઇ પટેલે કોના ઈસારે ચાલુ રાખ્યો ?: સાત દિવસના રિમાન્ડમાં થશે અનેક ખુલાસા

મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં આજે જયસુખભાઈ પટેલને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે અને કોર્ટ દ્વારા તેના આગામી તા. ૮ સુધી એટલે કે સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે જેથી કરીને આગામી દિવસોમાં મહત્વની કેટલીક ચોકાવનારી બાબતો રિમાન્ડ દરમિયાન સામે આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે

મોરબીમાં ગત તા. ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને ૧૩૫ લોકોના મોત થયા હતા અને આ બનાવ સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને તે ફરિયાદ આધારે પોલીસે જે તે સમયે મેન્ટેનન્સ અને મેનેજમેન્ટનું કામ કરનાર એજન્સીના કુલ મળીને નવ કર્મચારીઓની ધરપકડ કરી હતી અને જે તમામ કર્મચારીઓ સામેનું ચાર્જસીટ પણ મોરબીની ચીફ જીબીસીએલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યું છે અને આ ચાર્જશીટની અંદર જે તે સમયે ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલને ભાગેડુ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગઇકાલે તા ૩૧ ના રોજ જયસુખભાઇ પટેલ દ્વારા મોરબીની ચીફ જ્યુસીયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં સરેન્ડર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને જેલમાં મોકલવામાં આવતા કોર્ટના હુકમ બાદ જેલમાંથી પોલીસે તેનો કબજો મેળવ્યો હતો

મોરબીમાં બુધવારે મોડી સાંજે ૭:૪૫ કલાકે વાગ્યાના અરસામાં તપાસનીસ અધિકારી દ્વારા ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં જયસુખભાઇ પટેલને રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સરકારી વકીલ એસ.કે. વોરા દ્વારા જુદા જુદ ૧૫થી વધુ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આરોપીના ૧૪ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી તેની સામે જયસુખભાઇ પટેલના વકીલ દ્વારા હાલમાં તપાસનીસ અધિકારી દ્વારા જે મુદ્દાઓને આગળ રાખીને રિમાન્ડની માંગણી કરવામાં આવી રહી છે તે તમામ મુદ્દાઓની માહિતી અગાઉ કંપની તરફથી આપી દેવામાં આવી છે તેવી દલીલ કરવામાં આવી હતી

બંને પક્ષની દલીલને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા જયસુખભા પટેલના આગામી તા. ૮ ફેબ્રુઆરી સુધી એટલે કે સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને આ સાત દિવસના રિમાન્ડ દરમ્યાન ખરેખર પુલ ઉપર કેટલા લોકોને આવવા જવા દેવાની મંજૂરી હતી ?, પુલનો કરાર પૂરો થઈ ગયો હતો તેમ છતાં પણ કોના કહેવાથી પુલનો કબજો ઓરેવા ગ્રુપે પોતાની પાસે રાખ્યો હતો ?, જોખમી ફૂલને શા માટે બંધ કરવામાં આવ્યો ન હતો ? તે સહિતના જુદા જુદા મુદ્દાઓની તપાસ કરવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન કેટલીક ચોકાવનારી માહિતીઓ સામે આવે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે






Latest News