વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદ માર્કેટ યાર્ડના વેપારી પાસે ૯૦ લાખની ખંડણી માંગનારા કોંઢના શખ્સની ધરપકડ


SHARE







હળવદ માર્કેટ યાર્ડના વેપારી પાસે ૯૦ લાખની ખંડણી માંગનારા કોંઢના શખ્સની ધરપકડ

હળવદ માર્કેટ યાર્ડમાં દુકાન ધરાવતા વેપારીની દુકાને આવીને કોંઢ ગામના એક શખ્સ દ્વારા ધમકી આપીને ૯૦ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને ખંડણી માંગનારા શખ્સને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મુળ રાયસંગપરના રહેવાસી અને હાલમાં હળવદના વસંત પાકૅમાં રહેતા અને હળવદ માર્કેટ યાર્ડમાં દુકાન ધરાવતા વેપારી જનકભાઇ ઘનશ્યામભાઇ ચૌહાણ જાતે દલવાડી (ઉ.૩૭)એ યશપાલસિંહ ઝાલા રહે. કોંઢ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, આરોપીએ પહેલા તેઓને રૂબરૂ મળવા માટે ફોન કર્યો હતો જો કે, સાતમ આઠમની રજાઓ હોવાથી તે ગામડે ગયા હતા અને ત્યાર બાદ આરોપી તેની દુકાને આવેલ અને કોઈ પણ જાતની ચર્ચા વગર આરોપીએ તેને મારી નાખવાની ધમકી આપીને ૯૦,૦૦,૦૦૦ ની માંગણી કરી હતી અને ખંડણી માગી બળજબરીથી રૂપિયા કઢાવી લેવા માટે ધમકી આપી હતી જેથી હાલમાં વેપારીએ ફરિયાદ નોંધવાતા પોલીસે ફરિયાદ લઈને પોલીસે ઇ.પી.કો. કલમ ૩૮૭ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને ગણતરીની કલાકોમાં આરોપી યશપાલસિંહ ઝાલા રહે. કોંઢ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી પોલીસે હાલમાં એક કાર અને મોબાઈલ ફોન પણ કબ્જે કરેલ છે તેવું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે




Latest News