સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના આંબેડકર હોલમાં નવા વર્ષની ઉજવણી યોગ અને યજ્ઞ સાથે કરાઇ 


SHARE





ટંકારાના આંબેડકર હોલમાં નવા વર્ષની ઉજવણી યોગ અને યજ્ઞ સાથે કરાઇ 

ટંકારાના ઉગમણા નાકા વિસ્તારના આંબેડકર હોલમાં નવા વર્ષની ઉજવણી યોગ અને યજ્ઞનાં અનેરા  સંયોજનથી કરવામાં આવેલ હતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્રારા સંચાલિત નિશુલ્ક યોગ વર્ગની શરૂઆત  ફાલ્ગુનીબેન વાઘેલા દ્વારા કરાવવામાં આવી હતી આ યોગ શિબિરમાં યજ્ઞ કરીને યોગને વધુને વધુ લોકો પોતાના જીવનમાં ઉતારે તેવો સંકલ્પ કરવામાં આવ્યો હતો આ તકે બધા મહિલા અને બાળકોને યોગની સાથે જોડીને સમાજ અને રાષ્ટ્રને રોગ મુકત કરવા માટે આ સેવા કાર્યમાં આર્ય સમાજના વિરાંગના બહેનો વનિતાબેન  પડસુંબિયા તથા રસીલાબેન પટેલ સહિતનાઓ જોડાયા હતા અને યોગ વર્ગના યજ્ઞમાં આહૂતિ અર્પણ કરાવી તથા યજ્ઞનું મહત્વ જણાવ્યું હતું અને સહુ સાધકોએ ખૂબ સરસ સહયોગ આપ્યો હતો અને બહેનો દ્વારા કરવામાં આવેલ સુંદર કાર્ય માટે નીતાબેન સોલંકી, દેવાંશીબેન સોલંકી, ફાલ્ગુનીબેન વાઘેલા તથા પ્રભાબેન સારસાનો યોગ કોચ કંચન સારેસાએ આભાર વ્યક્ત કર્યો હતો




Latest News