મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં સિવિલ હોસ્પિટલમાં શૌચાલય બનાવો-બંધ પડેલ શૌચાલય શરૂ કરવા સીએમને રજુઆત


SHARE











મોરબીમાં સિવિલ હોસ્પિટલમાં શૌચાલય બનાવો-બંધ પડેલ શૌચાલય શરૂ કરવા સીએમને રજુઆત

મોરબીની સિવિલ હોસ્પિટલમાં ઘણા દર્દીઓ અને તેના પરિવારજનો આવતા હોય છે ત્યારે ત્યાં શૌચાલય ન હોવાથી લોકોને હેરાન થવું પડે છે અને સિવિલ હોસ્પિટલ પાસે આવેલ શૌચાલય ઘણા સમયથી બંધ છે જેથી કરીને મોરબીના સામાજીક કાર્યકરો દ્વારા આ મુદે ચીફ ઓફિસર અને કલેકટરને રજૂઆતો કરવામાં આવી છે તો પણ કોઈ કામ કરવામાં આવ્યું નથી જેથી કરીને હાલમાં સીએમને શૌચાલય માટે રજૂઆત કરવામાં આવી છે

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, મૂકુંરાય જોશી, વાલજીભાઈ મૂછડિયા,  અશોકભાઇ ખરચરિયા અને મુસાભાઈ બ્લોચ દ્વારા સીએમને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી સિવિલ હોસ્પિટલમાં શૌચાલય બંધ છે જેથી કરીને દર્દીઓ અને તેના પરિવારજનોને હાલાકીનો સામનો કરવો પડે છે અને ગાંધીચોકનું શૌચાલય છે જો કે, તે વર્ષોથી બંધ છે તો પણ તેને ચાલુ કરવા માટેની તસ્દી લેવામાં આવી રહી નથી જેથી કરીને આસપાસના વેપારીઓ અને બહારથી આવતા લોકોને મુશ્કેલીનો  સામનો કરવો પડે છે. ત્યારે તાત્કાલિક શૌચાલયનો પ્રશ્ન ઉકેલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ મોરબીના નહેરૂગેઉટ ચોકમાં નવું મહિલા શૌચાયલ ચાલુ કરવામાં આવ્યું હતું ત્યાંથી પાણીની મોટરની ચોરી કરવામાં આવી છે તો પણ પાલિકા દ્વારા કોઈ કાર્યાવહી કરવામાં આવી નથી જેથી આ બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે






Latest News