સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના નેસડા(ખા) ગામની શાળામાં વ્યસનની જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE





ટંકારાના નેસડા(ખા) ગામની શાળામાં વ્યસનની જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા યોજાઇ

મોરબી ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેસડાના સયુંકત ઉપક્રમે નેસડા(ખા) ખાતે આવેલી નેસડા(ખા) પ્રાથમિક શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધો. ૫ થી ૮ ના કુલ ૫૪ બાળકોએ ભાગ લીધેલ હતો અને પોતાની આવડત મુજબ વ્યસનની જાગૃતિ દર્શાવતા વિવિધ આબેહુબ ચિત્રો દોરવામાં આવેલ હતા આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે ભાડજા આરવદ્રિતીય ક્રમે કાખિમી વિજય તથા તૃતીય ક્રમે માકાસણા કાવ્યા વિજેતા બનેલ છે અને તેને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા ત્યાર બાદ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલના તેહાન શેરસીયાએ તમાકુના વ્યસનની જાગૃતિ અંગેવ્યસનની શારીરિક અસરોઆર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપેલ હતું અને દરેક વિદ્યાર્થીઓને પોતે તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસન મુક્ત રહેવા અનુરોધ કર્યો હતોઆ કાર્યક્રમમાં શાળા આરોગ્યટંકારા તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેષભાઈ પટેલતાલુકા હેલ્થ વિઝીટર ભાવનાબેન પટેલપી.એચ.સી. નેસડા ના મેડીકલ ઓફિસર ડો.વામજા સાહેબઆર.બી.એસ.કે. ડો. વિશાલ તેરૈયા,પી.એચ.સી. સુપરવાઈઝર ગોસાઈભાઈ પણ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય મુકેશભાઈ પટેલ અને સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવેલ હતી




Latest News