મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ ભત્રીજાનું મોત: કાકા સારવારમાં


SHARE







મોરબી નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ ભત્રીજાનું મોત: કાકા સારવારમાં

મોરબીના ભરતનગર ગામ પાસેથી ડબલ સવારી બાઈકમાં કાકા અને ભત્રીજો જતાં હતા ત્યારે તેના બાઇકને વેગનાર કારના ચાલકે હડફેટે લીધું હતું જેથી બાઈક ઉપર જઈ રહેલા કાકા અને ભત્રીજાને ગંભીર ઈજા થઇ હોવાથી તેને પ્રથમ સારવાર મોરબી આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈને ગયા હતા ત્યાં ચાલુ સારવારે ભત્રીજાનું મોત નીપજયું હતું અને ઈજા પામેલા કાકા હાલમાં પણ સારવાર હેઠળ છે ત્યારે તેની ફરિયાદ લઈને પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગરમાં રહેતા જીગ્નેશભાઈ રોહિતભાઈ ચાવડા જાતે આહિર (ઉંમર ૩૪) પોતાના ભત્રીજા રાહુલ પ્રભાતભાઈ ચાવડા (ઉમર ૨૭) સાથે મોરબી માળીયા હાઇવે ઉપર આવેલ ભરતનગર ગામ પાસેથી બાઈક નં. જીજે ૩ એચડી ૯૫૬૪ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે વેગનાર કાર નં. જીજે ૧૧ બીએચ ૫૦૯૧ ના ચાલકે તેના બાઇકને લીધું હતું જેથી કરીને ફરિયાદી જીગ્નેશભાઈ અને તેના ભત્રીજા રાહુલને ઇજાઓ થઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે રાહુલને માથામાં ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું અને ફરિયાદી જીગ્નેશભાઈને પગ, કમર અને છાતીના ભાગે ઇજાઓ થઈ હોવાથી તે હાલમાં સારવાર હેઠળ છે જો કે, ઈજા પામેલ જીગ્નેશભાઈ ચાવડાની મોરબી તાલુકા પોલીસે ફરિયાદ લઈને કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News