મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સહિત રાજ્યના ભાજપ સંગઠનમાં બદલાવના એંધાણ


SHARE







મોરબી જિલ્લા સહિત રાજ્યના ભાજપ સંગઠનમાં બદલાવના એંધાણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગયા બાદ હવે ભાજપ સંગઠનમાં મોટાપાયે સમગ્ર ગુજરાતની અંદર ફેર બદલાવ કરવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે દરમિયાન આગામી સોમવારે મોરબી સહિત ૩૩ જિલ્લાના પ્રમુખોની ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટિલની અધ્યક્ષતામાં મીટીંગ રાખવામાં આવી છે જેમાં નવાજૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે

મોરબી જિલ્લામાં વિધાનસભાની ત્રણ બેઠકો આવે છે અને ગુજરાતની ૧૮૨ બેઠકો ઉપર વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગઈ છે અને સ્પષ્ટ બહુમતી સાથે ગુજરાતમાં સત્તાનું સુકાન ભાજપ દ્વારા સાંભળવામાં આવ્યું છે ત્યારબાદ હવે સંગઠનમાં આગામી દિવસોમાં મોટાપાયે ફેર બદલાવ કરવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આગામી સોમવારે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ગુજરાતના ૩૩ જિલ્લાના પ્રમુખોની બેઠક બોલવામાં આવી છે આ બેઠકમાં મોરબી જિલ્લાના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સહિતના ગુજરાતના તમામ જિલ્લાના પ્રમુખો હાજર રહેશે તેવું પણ જાણવા મળ્યું છે અને ત્યારબાદ આગામી દિવસોમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં સંગઠનમાં મોટા પાયે ફેર બદલાવ કરવામાં આવે તો નવાઈ નથી






Latest News